જમ્મુ કાશ્મીરમાં બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે. જમ્મુમાં શુક્રવારે અડધી રાત્રે બસ સ્ટેન્ડ નજીક ધડાકો થયો હતો. આ ધડાકાને લીધે આસપાસના લોકોમાં દોડાદોડી મચી ગઈ હતી. જો કે બ્લાસ્ટના લીધે કોઈ જાનહાનિ નથી થઇ.
Low-intensity blast at a bus stand in Jammu earlier today. No casualties or injuries have been reported. pic.twitter.com/7G8zyDM8XT
— ANI (@ANI) December 29, 2018
પોલીસે ઘટનાસ્થળે ઘણા લોકો સાથે પુછપરછ પણ કરી હાલ આ ધડાકા પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ કરવા ટીમ લાગી ગઈ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બસ સ્ટેન્ડ પર આવેલા એક ધાબામાં રહસ્યમય રીતે જોરદાર ધડાકો થયો.
ધડાકાને લીધે પાણીની ટાંકી સહિત બીજી વસ્તુઓનો નાશ થયો છે. આ ઘટનાને જોઇને દરેક સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં પણ બસ સ્ટેન્ડ પાસે પોલીસકર્મી પર ગ્રેનેડ હુમલો થયો હતો. આ હુમલામાં બે લોકો ઘાયલ થયા હતા. હજુ સુધી આ હુમલાનું કારણ મળ્યું નથી.
