Not Set/ કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો જીએસટીનો એક જ દર : રાહુલનું વચન

સામાન અને સેવા કરને ગબ્બરસિંહ ટેક્સ ગણાવતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જ્યારે કોંગ્રેસ પક્ષની સરકાર કેન્દ્રમાં સત્તા પર આવશે ત્યારે જીએસટીનો એક જ સ્લેબ રાખવામાં આવશે. તેલંગણામાં મહિલાઓની સેલ્ફહેલ્પ ગ્રુપ સાથેની બેઠકમાં રાહુલે એનડીએ સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે એમણે પાછલા બે વર્ષમાં 15 સૌથી વધુ અમીર વેપારીઓની રૂ. 2.5 લાખ […]

Top Stories India

સામાન અને સેવા કરને ગબ્બરસિંહ ટેક્સ ગણાવતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જ્યારે કોંગ્રેસ પક્ષની સરકાર કેન્દ્રમાં સત્તા પર આવશે ત્યારે જીએસટીનો એક જ સ્લેબ રાખવામાં આવશે.

તેલંગણામાં મહિલાઓની સેલ્ફહેલ્પ ગ્રુપ સાથેની બેઠકમાં રાહુલે એનડીએ સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે એમણે પાછલા બે વર્ષમાં 15 સૌથી વધુ અમીર વેપારીઓની રૂ. 2.5 લાખ કરોડની લોન માફ કરી દીધી છે.

એક મહિલાએ જીએસટી મામલે કરેલી ફરિયાદના જવાબમાં રાહુલે જણાવ્યું હતું કે ના, આ ગબ્બરસિંહ ટેક્સ છે. આ જીએસટી ગરીબોના ખીસ્સામાંથી નાણાં કાઢવાનો માર્ગ છે. આ જીએસટી નહીં, પણ ગબ્બરસિંહ ટેક્સ છે. જ્યારે કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર આવશે, ત્યારે અમે તમને આપીશું જીએસટી –  સામાન અને સેવા કર.

જેમાં ફક્ત એક જ સ્તરનો કર હશે. એમાં પાંચ જુદા કર નહીં હોય. એમાં તમારે દર મહિને જુદાજુદા ફોર્મ નહીં ભરવા પડે.