Not Set/ રાહુલ ગાંધીનું મોઢું પસંદ નથી, સામાન્ય લોકોની જેમ મળવા આવે: ગાયત્રી પરિવારના મુખિયા

ધર્મ નગરી હરિદ્વારમાં ગાયત્રી પરિવારના મુખિયા પ્રણવ પંડ્યાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યા છે. પ્રણવ પંડ્યાનું કહેવાનું છે કે મને રાહુલ ગાંધીનું મોઢું પસંદ નથી. જો તેઓ મને મળવા માંગે છે તો સામાન્ય માણસની જેમ લાઈનમાં ઉભા રહીને મળવા આવે. જણાવી દઈએ કે 24 જુને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પ્રણવ પંડ્યા સાથે […]

Top Stories India

ધર્મ નગરી હરિદ્વારમાં ગાયત્રી પરિવારના મુખિયા પ્રણવ પંડ્યાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યા છે. પ્રણવ પંડ્યાનું કહેવાનું છે કે મને રાહુલ ગાંધીનું મોઢું પસંદ નથી. જો તેઓ મને મળવા માંગે છે તો સામાન્ય માણસની જેમ લાઈનમાં ઉભા રહીને મળવા આવે. જણાવી દઈએ કે 24 જુને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પ્રણવ પંડ્યા સાથે સંપર્ક ફોર સમર્થન અભિયાન અંતર્ગત મુલાકાત કરી હતી.

પ્રણવ પંડ્યાને જયારે સવાલ કરવામાં આવ્યો કે તેઓ રાહુલ ગાંધી વિશે આવું કેમ વિચારે છે? તો એમણે સાફ કહ્યું કે મને રાહુલ ગાંધીનું મોઢું જ પસંદ નથી. પ્રણવ પંડ્યાએ આગળ જણાવ્યું કે મને ભાજપથી કોઈ નારાજગી નથી. જણાવી દઈએ કે પંડ્યાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે પણ મુલાકાત કરી હતી.

2019 લોકસભા ચુંટણી પહેલા ભાજપના સંપર્ક ફોર સમર્થન અભિયાન અંતર્ગત 24 જુને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પ્રણવ પંડ્યા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સમર્થન માંગવાની સાથે અમિત શાહે પ્રણવ પંડ્યાને મોદી સરકારની ઉપલબ્ધિઓ વિશે જાણકારી આપી હતી. કહેવાઈ રહ્યું છે કે આ દરમિયાન પ્રણવ પંડ્યાએ અમિત શાહને સમર્થનનો ભરોસો આપ્યો નહતો. અમિત શાહે શાંતિકુંજમાં સમાધિ સ્થળ પર માથું પણ ટેકવ્યું હતું.

જણાવી દઈએ કે ગાયત્રી પરિવારના ભક્તોની મોટી સંખ્યા એમના રાજનીતિક સંપર્કોના કારણે બનતી રહી છે. ગાયત્રીપરિવારના કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહીત ગૃહમંત્રી રાજનાથ સિંહ જેવા મોટા મોટા નેતાઓ જોવા મળે છે. 66 વર્ષના પ્રણવ પંડ્યાએમબીબીએસ અને એમડીની ડીગ્રી લીધી છે. અમેરિકાની સ્વાસ્થ્ય સેવાઓમાં પસંદ થવા છતાં પણ એમણે દેશમાં સમાજસેવાનો રસ્તો પસંદ કર્યો હતો.

હકીકતમાં એમની જીંદગી ત્યારે બદલી જયારે 1978માં તેઓ હરિદ્વારના શાંતિકુંજના આચાર્ય શ્રી રામ શર્માના સંપર્કમાં આવ્યા. આચાર્ય શ્રી રામ શર્માની પુત્રી સાથે લગ્ન થયા બાદ તેઓ પૂરી રીતે શાંતિકુંજ અને એમની આધ્યાત્મિક સંસ્થા ગાયત્રી પરિવારના કામકાજમાં જોડાઈ ગયા. વર્ષ 1990માં આચાર્ય શ્રી રામ શર્માએ સમાધિ લઇ લીધા બાદ એમને શાંતિકુંજ હરિદ્વાર અને ગાયત્રી પરિવારના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

હરિદ્વારમાં ગંગા તટ પર બનેલા શાંતિકુંજ આશ્રમ પ્રણવ પંડ્યાનું મુખ્યાલય છે. આ આશ્રમમાં યજ્ઞશાળાથી લઈને ભક્તોને રહેવા માટેની વ્યવસ્થા પણ છે. પ્રણવ પંડ્યા છેલ્લા 40 વર્ષથી ગાયત્રી પરિવારના મંત્ર હમ બદલેંગે દેશ બદલેગા નો આખી દુનિયામાં પ્રચાર કરી રહ્યા છે.