Not Set/ સગીર વયની બાળકીઓના રેપના આરોપીને મળશે મોતની સજા ? કાયદામાં ફેરફાર કરવા માટે કેન્દ્રની SCમાં હાકલ

દિલ્લી, દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી માસૂમ બાળકીઓ પર થતા રેપની ઘટનાઓમાં ક્રમશ: વધારો જોવા મળ્યો છે. આ ચકચારી બળત્કારની ઘટનાઓને લઇ લોકોમાં પણ રોશની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે તાજેતરમાં જ સામે આવેલી જમ્મુ-કાશ્મીરના કઠુઆની માત્ર ૮ વર્ષની બાળકીના ગેંગરેપની ઘટનાએ હેવાનિયત પરાકાષ્ટને નેવે મૂકી હતી. આ ઘટનાઓને લઇને દેશભરમાં આરોપીઓને સજા થાય તે માટે […]

Top Stories

દિલ્લી,

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી માસૂમ બાળકીઓ પર થતા રેપની ઘટનાઓમાં ક્રમશ: વધારો જોવા મળ્યો છે. આ ચકચારી બળત્કારની ઘટનાઓને લઇ લોકોમાં પણ રોશની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે તાજેતરમાં જ સામે આવેલી જમ્મુ-કાશ્મીરના કઠુઆની માત્ર ૮ વર્ષની બાળકીના ગેંગરેપની ઘટનાએ હેવાનિયત પરાકાષ્ટને નેવે મૂકી હતી.

આ ઘટનાઓને લઇને દેશભરમાં આરોપીઓને સજા થાય તે માટે માંગ કરવામાં આવી રહી અને સરકારો સામે પણ કાયદા અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે હવે આ બાળકીઓ સાથે કરનારા આરોપીઓને મોતની સજા ફટકારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.

POCSO એક્ટ હેઠળ ૧૨ વર્ષથી નાના બાળકો સાથે થતી રેપની ઘટનાઓમાં આરોપીને મોતની સજા

એક ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે, એમેન્ડમેન્ટ ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ ૧૨ વર્ષથી નાના બાળકો સાથે થતી રેપની ઘટનાઓમાં આરોપીને મોતની સજા ફટકારવામાં આવે.

તમને જણાવી દઈએ કે, એમેન્ડમેન્ટ ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ સગીર વયના બાળકોને લૈંગિક દુર્વ્યવહાર, જાતીય સતામણી અને પોર્નોગ્રાફી જેવા અપરાધો તેમજ આ અપરાધોની સુનાવણીમાં બાળકો માટે મૈત્રીપૂર્ણ વ્યવસ્થા પ્રદાન કરવાનો છે.

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા કરાઈ રજૂઆત

એડવોકેટ આલોક શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવેલી જાહેરહિતની અરજી પર સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કેન્દ્ર સરકાર દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે.

આ કેસ અંગેની આગળની સુનાવણી ૨૭ એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના વડપણ હેઠળની ત્રણ જજોની બેંચ દ્વારા હાથ ધરવામાં આવશે. આ ત્રણ જજોની બેંચમાં CJI દિપક મિશ્રા ઉપરાંત જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાય ચંદ્રહુડ શામેલ છે.

૧૨ વર્ષથી નાની બાળકીઓ પર થતા રેપ કરવાના કિસ્સામાં મૃત્યુની સજા : મેનકા ગાંધી 

મહત્વનું છે કે, ગત સપ્તાહે કેન્દ્રીય મહિલા, વિકાસ અને બાળ કલ્યાણ મંત્રી મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે, તેઓ કઠુઆ અને ઉન્નાવની ઘટનાથી બહુ દુ:ખી છે. તેમનું મંત્રાલય કેબિનેટ મિટિંગમાં પોક્સો ઍક્ટમાં સુધારો કરવાની માગણી કરશે અને પોક્સો એક્ટમાં સુધારો લાવશે. આ સુધારા પ્રમાણે, ૧૨ વર્ષથી નાની ઉંમરની બાળકીઓ પર થતા રેપ કરવાના કિસ્સામાં મૃત્યુની સજા ફટકારવામાં આવશે.