Not Set/ કાશી વિશ્વનાથ, મથુરા, અયોધ્યા અને વૃંદાવનનાં મંદિરોને ફૂંકી મારવાની મળી ધમકી, તંત્ર થયું એલર્ટ

રવિવાર સવારના રોજ એક ધમકી ભર્યો પત્ર મળ્યો છે. બાર અને તેર તારીખના રોજ કાશી વિશ્વનાથ, મથુરા, અયોધ્યા અને વૃંદાવનનાં મંદિરોને ફૂંકી મારવાની ધમકી મળી છે. આ ઘટના ઘટતા તંત્ર એલર્ટ થઇ ગયું છે અને મંદિરોની સુરક્ષા વધારી દીધી છે. રવિવાર સવારના રોજ એક દૂધવાળાએ મથુરાના માલગોદામ રોડ પર જીઆરપી બૈરેકની દીવાલ પર ધમકીભર્યા ચાર […]

India

રવિવાર સવારના રોજ એક ધમકી ભર્યો પત્ર મળ્યો છે. બાર અને તેર તારીખના રોજ કાશી વિશ્વનાથ, મથુરા, અયોધ્યા અને વૃંદાવનનાં મંદિરોને ફૂંકી મારવાની ધમકી મળી છે. આ ઘટના ઘટતા તંત્ર એલર્ટ થઇ ગયું છે અને મંદિરોની સુરક્ષા વધારી દીધી છે. રવિવાર સવારના રોજ એક દૂધવાળાએ મથુરાના માલગોદામ રોડ પર જીઆરપી બૈરેકની દીવાલ પર ધમકીભર્યા ચાર પત્રો જોયા હતા. પત્રો જોયા બાદ તેણે તંત્રને જાણ કરી હતી અને ત્યાર બાદ તંત્ર સક્રિય થયું હતું. જાન થતા તંત્ર સીધું ઘટના સ્થળે પહોંચું ગયું હતું અને સુરક્ષા મામલે ઉચિત પગલાં ભર્યા હતા. ઘટના સ્થળે જતા તંત્રને સ્પષ્ટપણે લખાયેલું જોવા મળ્યું હતું કે, તારીખ 12 મે નાં રોજ કાશી વિશ્વનાથ મંદિરને બોમ્બથી ઉડાડી દેવામાં આવશે, અને 13 તારીખના રોજ મથુરા, વૃંદાવન, ગોરખપુર અને અયોધ્યાના મંદિરો બોમ્બથી ઉડાવી દેવાશે. આ પર પગલાં ભરી પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે કાશી વિશ્વનાથ મંદિરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,  કાશી વિશ્વનાથ મંદિર વિવાદની સુનાવણી 10 મે નાં રોજ અલ્હાબાદમાં થવા જઈ રહી છે.