મથુરાના કોસી કલાં સ્ટેશન પર પ્લેટફોર્મની બીજી તરફ રેલવે ટ્રેક તરફથી ટ્રેનમાં ચડવાની કોશિશ કરતા કેટલાક લોકોને એક અન્ય ટ્રેને ટક્કર મારી દીધી છે. આ દુર્ઘટનામાં બે લોકોના મૃત્યુ થયા છે. જયારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
રેલવે બોર્ડના એક પ્રવક્તાએ દિલ્હીમાં જણાવ્યું કે દુર્ઘટનાનો શિકાર થયેલા લોકો પ્લેટફોર્મની બીજી તરફથી દિલ્હી-આગ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસ માં ચડવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યારે એમને મથુરા ના કોસી કલાં રેલવે સ્ટેશનથી પસાર થઇ રહેલી છત્તીસગઢ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસે ટક્કર મારી હતી.
પ્રવક્તાએ જણાવ્યું કે દિલ્હી-આગ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસ આગ્રા રેલવે વિભાગના કોસી કલાં પ્લેટફોર્મ એક પર આવી હતી. છ લોકો પ્લેટફોર્મની બીજી તરફથી આમાં ચડવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યારે જ ત્યાંથી છત્તીસગઢ એક્સપ્રેસ નીકળી અને દુર્ઘટના ઘટી હતી.
Mathura: Seven people hit by a train while trying to cross a railway track in an attempt to board another train in Kosi Kalan. One people died on the spot and another succumbed to injuries at the hospital. Rest 5 undergoing treatment pic.twitter.com/Bkh5GEqSXq
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 21, 2018
આગ્રા વિભાગના સમભાગીય વાણિજ્યિક અધિકારી સંચિત ત્યાગીએ જણાવ્યું કે એક યાત્રીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જયારે એક અન્ય ઘાયલ યાત્રીએ હોસ્પિટલ લઇ જતા સમયે દમ તોડ્યો હતો.
ઘાયલ પાંચ લોકોમાંથી એકને ઉપચાર માટે દિલ્હીની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અન્યને મથુરા ની હોસ્પિટલોમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

ત્યાગીએ જણાવ્યું કે એમની જાન બચાવવા માટે ચિકિત્સકોને એમના કેટલાક અંગ કાપવા પડ્યા હતા.
દુર્ઘટનામાં માર્યા ગયેલા કમભાગી લોકોની ઓળખાણ થાન સિંહ(26) અને મેઘ શ્યામ(28) તરીકે કરવામાં આવી છે.
મથુરાના જિલ્લા મેજિસ્ટ્રેટ સર્વજ્ઞ રામ મિશ્રાએ કહ્યું કે રેલવે અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે માર્યા ગયેલા લોકો અને ઘાયલ લોકોને નિયમાનુસાર નાણાકીય સહાય આપવામાં આવે.
