દિલ્લી,
NIAની વિશેષ અદાલતમાં સોમવારે હાથ ધરાયેલી મક્કા મસ્જિદ બ્લાસ્ટની સુનાવણી દરમિયાન આ કેસમાં આરોપી સ્વામી અસીમાનંદ સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. NIA કોર્ટમાં આ આરોપીઓ વિરુધ પૂરતા પુરાવાઓ રજુ કરી શકી ન હતી અને ૧૧ વર્ષ બાદ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
પરંતુ મક્કા મસ્જિદ કેસમાં નિર્દોષ સાબિત થયેલા સ્વામી અસીમાનંદ આ કેસ ઉપરાંત દેશના અનેક બ્લાસ્ટ કેસમાં આરોપી છે અને તમે જાનતા હોય.
કોઈ વ્યક્તિના અનેક નામ અને એટલા જ કારનામાં. આ વાક્યને ચરિતાર્થ કરી બતાવ્યું છે ૨૦૦૭ હૈદરાબાદની ઐતિહાસિક મક્કા મસ્જિદના બ્લાસ્ટ કેસમાં નિર્દોષ જાહેર થયેલા સ્વામી અસીમાનંદે.
“જાતિન ચેટર્જી ઉર્ફ નબાકુમાર સરકાર ઉર્ફ સ્વામી ઓંકારનાથ ઉર્ફ સ્વામી અસીમાનંદ. આ વ્યક્તિના જેટલા નામો છે એટલા જ આતંક ફેલાવવામાં પણ તેનું નામ જોડાયેલું છે. સ્વામી અસીમાનંદનું નામ ૨૦૦૭ના મક્કા મસ્જિદ વિસ્ફોટ, આ વર્ષે અજમેરની દરગાહમાં બ્લાસ્ટ હોય, સમઝૌતા એક્સ્પ્રેસ હોય કે પછી ૨૦૦૮ના મહારાષ્ટ્રના માલેગાવમાં વિસ્ફોટ અને આતંક ફેલાવવાની તમામ કારનામાંઓમાં જોડાયેલું છે.
પશ્ચિમ બંગાળના હુગલી સાથે છે અસીમાનંદનો સંબંધ
૨૦૦૭ના મક્કા મસ્જિદ વિસ્ફોટ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવેલા સ્વામી અસીમાનંદ પશ્ચિમ બંગાળના હુગલીના રહેવાસી છે અને તેઓએ વનસ્પતિ વિજ્ઞાનમાં સ્નાનકની ડિગ્રી હાંસલ કરી છે. આ ઉપરાંત તેઓ ૧૯૯૦થી ૨૦૦૭ વચ્ચે RSS સાથે સંકળાયેલી સંસ્થા વનવાસી કલ્યાણ આશ્રમના પ્રચારક પ્રમુખ રહ્યા હતા.
સ્વામી અસીમાનંદ વર્ષ ૧૯૯૫ની આસપાસ ગુજરાતના ડાંગ જિલ્લાના હેડક્વાર્ટર આહવા આવ્યા હતા અને હિંદુ સંગઠનો સાથે “હિંદુ ધર્મ જાગરણ અને શુદ્ધિકરણ”ના કામમાં લાગી ગયા હતા.
પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ૨૦૦૬માં મુસ્લિમ સમુદાયને આતંકી પ્રવૃત્તિમાં શામેલ કરવા માટે તેઓએ કરેલા વિસ્ફોટ પહેલા અસીમાનંદે આ શબરી ધામમાં કુભ્નું આયોજન કર્યું હતું. ત્યારબાદ તેઓ બિહારના પુરુલિયા, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં શક્રિય રહ્યા હતા.
પોતાની ઓળખાણ છુપાવીને ફરતા રહેતા હતા સ્વામી અસીમાનંદ
CBI દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, સ્વામી અસીમાનંદ હરિદ્વારમાં પોતાની ઓળખાણ છુપાવીને રહી રહ્યા હતા અને તેઓને ફર્જી ઓળખ પત્ર પણ હાંસલ કર્યું હતું. સીબીઆઈ દ્વારા સ્વામી પાસેથી કોલકત્તાથી રજુ કરવામાં આવેલા પાસપોર્ટ, કેટલાક રેશન કાર્ડ તેમજ હરિદ્વાર પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલું વોટિંગ કાર્ડ પણ જપ્ત કર્યું છે.
સુરક્ષા એજન્સીઓ દ્વારા સ્વામી અસીમનંદ વિરુધ ૨૦૦૯ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી જયારે આ એજન્સીઓને જાણકરી મળી હતી કે આ આરોપી પોતાનો વેશ બદલીને ફરી રહ્યો છે.
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, સ્વામીની હાજરી અંગેની જાણકારી મળ્યા બાદ CBI અને એટીએસ (મહારાષ્ટ્ર) દ્વારા વર્ષ ૨૦૦૯-૧૦માં મધ્યપ્રદેશ અને ગુજરાતના અલગ અલગ સ્થાનોએ તપાસ કરી હતી.
