ઓડિશામાં સમગ્ર કેબિનેટે રાજીનામું આપી દીધું છે. મંત્રીઓના રાજીનામા બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે આવતીકાલે એટલે કે રવિવારે બપોરે 12 વાગ્યે નવા મંત્રીઓ શપથ લેશે. સૂત્રોનું માનીએ તો ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક તમામ નવા મંત્રીઓને ચાર્જ સોંપશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવીન પટનાયકે તમામ મંત્રીઓને રાજીનામું આપવા કહ્યું હતું. ઓડિશામાં પટનાયકની સરકારે તેના પાંચમા કાર્યકાળમાં ત્રણ વર્ષ પૂરા કર્યા છે. આવી સ્થિતિમાં હવે સીએમ પટનાયક હવે નવા ચહેરાઓને કેબિનેટમાં સામેલ કરવા માંગે છે.
મુખ્યમંત્રી નવીન પટનાયકની કેબિનેટની રચના પાછળ 2024ની લોકસભા ચૂંટણી પણ એક કારણ છે. બીજેડી કેબિનેટમાં નવા મંત્રીઓ દ્વારા કાર્યકરોને પુનર્જીવિત કરવાનો પણ પ્રયાસ કરશે.
સૂત્રોનું માનીએ તો કુલ 20 મંત્રીઓ એવા છે જેમણે સ્પીકરને પોતાના રાજીનામા સુપરત કર્યા છે. 2024માં લોકસભાની સાથે ઓડિશામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. હવે જોવાનું એ રહેશે કે પટનાયક પોતાની સરકારમાં કયા નવા ચહેરાઓને સ્થાન આપે છે.
આ પણ વાંચો: DCGI એ બૂસ્ટર ડોઝ તરીકે Corbevax ને મંજૂર કર્યું, બાયોલોજિકલ E એ જાહેરાત કરી
