સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ બોલિવૂડની અંદર રહેલો નેપોટિઝમ શબ્દ સૌથી વધુ ચર્ચામાં આવ્યો હતો. નેપોટિઝમને લઇને દેશવાસીઓએ બોલિવૂડનાં ઘણા કલાકારોની આલોચના પણ કરી દીધી હતી. તો શું આ આલોચના, વિવાદ બાદ બોલિવૂડમાં નેપોટિઝમનો અંત આવ્યો ખરો? જવાબ મળશે ના.

બોલિવૂડ / એરપોર્ટ પર જોવા મળી અનુષ્કા- વિરાટની પુત્રી વામિકા, જુઓ વાયરલ થયેલી તસવીર
આપને જણાવી દઇએ કે, બોલિવૂડમાં નેપોટિઝમ વિવાદ વચ્ચે આલિયા, જ્હાનવી બાદ વધુ એક કલાકારની દિકરી શનાયા કપૂરને કરણ જોહર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. સુશાંતસિંહ રાજપૂત ડેથ બાદ આ પહેલીવાર હશે કે નેપોટિઝમને જીવંતત બતાવવામાં આવ્યુ છે. અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. શનાયાને ફિલ્મ નિર્માતા કરણ જોહર લોન્ચ કરી રહ્યા છે. કરણ જોહરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શનાયાની ડેબ્યૂ કરવાની ઘોષણા કરી હતી. તેણે લખ્યું, “શનાયા કપૂરને DCA સ્કોડમાં આપનું સ્વાગત છે. આ એક મનોરંજક પ્રવાસ હશે, જે જુલાઈમાં તમારી પ્રથમ ધર્મા મૂવીઝથી પ્રારંભ થશે.”

બોલિવૂડ / પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનસ સાથે બીચ પર શેર કરી સિઝલિંગ તસવીર, જુઓ રોમેન્ટિક અંદાજ
સંજય કપૂરની પુત્રી શનાયાએ પણ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરવા માટે કરણ જોહરનો આભાર માન્યો હતો. આ વીડિયોમાં શનાયાનાં ઘણા અંદાજો જોઇ શકાય છે. શનાયાએ લખ્યું છે, ‘સૌથી સારા સમાચાર સાથે ઉઠી. મારી પ્રથમ ફિલ્મની શરૂઆતથી હુ ઘણી ઉત્સાહિત છુ.” શનાયાને ભલે આ ફિલ્મથી લોન્ચ કરવામા આવશે, પરંતુ તેણે બોલિવૂડમાં પહેલાથી જ કામ શરૂ કરી દીધું હતુ. શનાયા તેની કઝીન જ્હાનવી કપૂરની ફિલ્મ ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’માં સહાયક દિગ્દર્શક હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
