Bollywood/ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની નવી રિલીઝ ડેટ જાહેર કરાઈ

ફેન્સને લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ સંજય લીલા ભણસાલીએ આખરે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની નવી રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. અગાઉ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની હતી.

Entertainment

ફેન્સને લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ સંજય લીલા ભણસાલીએ આખરે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની નવી રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આલિયા ભટ્ટ અને અજય દેવગણ સ્ટારર આ ફિલ્મ 6 જાન્યુઆરી 2022માં રિલીઝ થવાની છે. અગાઉ આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીના કારણે ફિલ્મના મેકર્સે રિલીઝ ડેટ પાછળ ઠેલી છે.

https://www.instagram.com/p/CUcP-gys2-D/?utm_source=ig_embed&ig_rid=e9ded3c7-9924-48d4-a292-def2f9965cfc

ફિલ્મની લીડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે પણ નવી તારીખ સાથેનું પોસ્ટર શેર કરતાં લખ્યું, “‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મારા દિલ અને આત્માનો ટુકડો છે. તેને 6 જાન્યુઆરી 2022ના રોજ તમારી નજીકના સિનેમાઘરોમાં લાવી રહ્યા છીએ.”

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં 22 ઓક્ટોબરથી થિયેટરો ખુલવાની જાહેરાત રાજ્ય સરકારે કરી હતી. મહારાષ્ટ્ર સરકારની આ જાહેરાત બાદ બોલિવુડ એક્ટરો અને પ્રોડ્યુસરોએ અત્યાર સુધી રોકી રાખેલી ફિલ્મોની રિલીઝ ડેટની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાના કારણે ઙણી ફિલ્મો રિલીઝ નહોતી થઈ શકે છે, જે હવે 2021ના બાકીના મહિનાઓ અને 2022માં રિલીઝ થવાની છે.

આ તરફ આલિયાના વર્કફ્રંટની વાત કરીએ તો, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહેલીવાર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં આલિયા-રણબીર સાથે મૌની રોય, અમિતાભ બચ્ચન, ડિમ્પલ કપાડિયા અને નાગાર્જુન પણ છે. આ સિવાય આલિયા પાસે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’, ‘RRR’, ‘ડાર્લિંગ્સ’ અને ‘જી લે ઝરા’ જેવી ફિલ્મો છે.