કચ્છ/ યુવાધન નવવર્ષને આવકારવા થનગની રહ્યું છે ત્યારે BSFના જવાનો કડકડતી ઠંડીમાં કરી રહ્યા છે દેશની રક્ષા

હરામીનાળા વિસ્તારમાં BSFના જવાનો માટે પાકિસ્તાન પડકાર બની રહ્યું છે તો બીજી તરફ આ વિસ્તારમાં દલદલી ક્રિક હોવાથી ઝેરી જીવજંતુઓ કરડી જવાનો ભય રહે છે

Gujarat Others Trending
સુરક્ષા જવાનો નવવર્ષને આવકારવા થનગની રહ્યું છે ત્યારે BSFના જવાનો

રાજ્યના સૌથી વિશાળ જિલ્લા કચ્છમાં રણ, દરિયાઈ અને હવાઈ સરહદ આવેલી છે,જેથી સુરક્ષાની દ્રષ્ટિએ કચ્છનું મહત્વ ઘણું વધી જાય છે તેમજ કચ્છની સામે પાર દુશ્મન દેશ પાકિસ્તાન આવેલો હોવાથી આંતરરાષ્ટ્રીય બોર્ડર પર વિશેષ જાપ્તો ગોઠવવામાં આવે છે. આપણે સૌ આજે 2021 ને બાય બાય કહી નવા વર્ષ 2022 ને આવકાર આપીશું પણ પરિવારથી સેંકડો માઈલ દૂર રહેતા દેશના સુરક્ષા જવાનો કઈ રીતે નવા વર્ષને આવકારે છે.

જિલ્લામથક ભુજથી 150 કિલોમીટર દૂર લખપત પાસે આવેલ હરામી નાળા
દરિયાઈ વિસ્તાર ઘણો સંવેદનશીલ માનવામાં આવે છે. અહીં દરિયાની સાથે રણ સરહદ પણ આવેલી છે આ વિસ્તાર પાકિસ્તાની ઘૂસણખોરી માટે કુખ્યાત છે.  અવારનવાર આ વિસ્તારમાંથી માછીમારીના રૂપમાં ભારતીય સરહદમાં ઘુસી આવતા પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાઇ ચુક્યા છે. ઘુષણખોરોની નજર બોર્ડર ક્રોસ કરવા માટે હમેશા હરામીનાળા વિસ્તાર પર રહી છે. પરંતુ BSFના જાંબાઝ જવાનોએ પાકિસ્તાની ઘુષણખોરોના મનસુબાને નાકામ બનાવી દીધા છે. હરામીનાળા વિસ્તારમાં BSFના જવાનો માટે પાકિસ્તાન પડકાર બની રહ્યું છે તો બીજી તરફ આ વિસ્તારમાં દલદલી ક્રિક હોવાથી ઝેરી જીવજંતુઓ કરડી જવાનો ભય રહે છે. BSFના જવાનો બોટથી પેટ્રોલીગ કરતી વખતે કપરી પરિસ્થિતિનો સામનો કરે છે. આ વિસ્તારમાં ઠંડી, ગરમી, દિવસ રાત જોયા વિના સિક્યુરિટી ફોર્સના જવાનો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે. હાલની કડકડતી ઠંડીમાં પણ BSFના જવાનો હાઇસ્પીડ બોટમાં હથિયારોથી સજજ થઈ સામે પાર માછીમારી કરતી પાકિસ્તાની બોટો પર ચાંપતી નજર રાખીને બેઠા છે.

ભારત – પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદનો અંતિમ પિલર નંબર 1175 પણ અહી જ આવેલો છે. એક તરફ ભારતીય સરહદ તો પિલરની બીજી બાજુ પાકિસ્તાનની સરહદનો વિસ્તાર શરૂ થઈ જાય છે ત્યાંથી પાકિસ્તાન નજીક હોવાથી કોઈ ઘુષણખોરી કે ગેર પ્રવુતિ ન થાય તે માટે આ વિસ્તારમાં BSF દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવે છે.

Covid-19 / ગુજરાત ભાજપના વધુ એક દિગ્ગજ નેતા કોરોના સંક્રમિત, જવાબદાર કોણ ?

Life Management / ગુરુએ શિષ્યને એક ખાસ અરીસો આપ્યો, જ્યારે શિષ્યએ ગુરુને તેમાં જોયા તો તે ચોંકી ગયો…

આસ્થા / કૌરવોના મામા શકુનીનું મંદિર ભારતમાં અહીં છે, લોકો અહીં કેમ આવે છે?

Temple / આ ગામમાં છે ચુડેલ દેવીનું મંદિર, અહીં ભેટ ચઢાવ્યા વિના આગળ જવું અશુભ માનવામાં આવે છે