Not Set/ સિક્રેટ સુપરસ્ટારને દંગલ કરતા વધુ પ્રશંસા મળી રહી છે : ઝાયરા વસીમ

સિક્રેટ સુપરસ્ટારની લીટલ સુપરસ્ટાર ઝાયરા વાસીમ આજકાલ બહુ મુડમાં છે. હજુ હમણાં જ પોતાની 17મી બર્થ ડેનું સેલિબ્રેશન કરનાર ઝાયરાના અભિનયની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. સિક્રેટ સુપરસ્ટારની વાહવાહ થઇ રહ્યા પછી આ યુવા અભિનેત્રીએ જણાવ્યું હતું કે લોકો આમિર ખાનની ઉત્કૃષ્ટ ફિલ્મમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને તેના હોમ સ્ટેટ જમ્મુ અને […]

Entertainment
news2506 સિક્રેટ સુપરસ્ટારને દંગલ કરતા વધુ પ્રશંસા મળી રહી છે : ઝાયરા વસીમ

સિક્રેટ સુપરસ્ટારની લીટલ સુપરસ્ટાર ઝાયરા વાસીમ આજકાલ બહુ મુડમાં છે. હજુ હમણાં જ પોતાની 17મી બર્થ ડેનું સેલિબ્રેશન કરનાર ઝાયરાના અભિનયની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. સિક્રેટ સુપરસ્ટારની વાહવાહ થઇ રહ્યા પછી આ યુવા અભિનેત્રીએ જણાવ્યું હતું કે લોકો આમિર ખાનની ઉત્કૃષ્ટ ફિલ્મમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને તેના હોમ સ્ટેટ જમ્મુ અને કાશ્મીરમાં ફિલ્મના શૉઝ હાઉસફૂલ થઇ ગયા છે.

ઝાયરા કહે છે “મને લોકો તરફથી દંગલ કરતાં વધુ સંદેશા મળ્યા છે, લોકોએ ફિલ્મને પુષ્કળ પ્રેમ આપ્યો છે એજ મારી જન્મદિવસની શ્રેષ્ઠ ભેટ છે. મારી ફિલ્મની પ્રશંસા થાય છે હું જોઈને હું ખૂબ જ ખુશ છું. જમ્મુ અને કાશ્મીરમાં ફિલ્મના શૉઝ હાઉસફૂલ થઇ ગયા છે જેના લીધે મારા મિત્રોને પણ ટિકિટ મળી રહી નથી.”

અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેમના પિતા તરફથી મળેલો રીસ્પોન્ઝ તેમના માટે ખૂબ જ ભાવુક કરનાર હતો. “હું કાસ્ટ અને ક્રૂની સ્ક્રીનીંગ જોવા માટે મારા માતા-પિતા સાથે ગઈ હતી. મમ્મી અને પપ્પા બંને ફિલ્મ એકસાથે જોઈ રહ્યા હતા અને થોડી દુર  બેઠી હતી અને ફિલ્મ બંધ થઈ તે પહેલાં જ બહાર જતી રહી હતી.મારા કઝિને મને કહ્યું હતું કે મારા પિતા આખી ફિલ્મ દરમિયાન રડી રહ્યાં હતા અને જ્યારે તેઓ થિયેટરમાંથી બહાર આવ્યા ત્યારે તેમની આંખોમાં આંસુ સરી પડ્યા હતા.અમે તેમને ક્યારેય પણ રડતા જોયા નથી. તેમને મને જોઈ ત્યારે આલિંગન આપીને કપાળ પર ચુંબન કર્યું હતું તે મારા માટે સૌથી મોટી પ્રશંસા હતી.”