હિન્દી ફિલ્મ/ સૈફ અલી અને અર્જુન કપૂરની ફિલ્મ ભૂત પોલીસ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે

ઓટીટી પર રિલીઝ થશે ભૂત પોલીસ

Entertainment

કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ હોવાથી દેશના સિનેમાગૃહ અચોક્કસ મુદત માટે બંધ કરી દેવામાં આવ્યા છે. જેના લીધે અનેક નિર્માતાઓની ફિલ્મો રિલીઝ માટે અટકી પડી છે પરતું હવે કોરોનાની સ્થિતિ હજી પણ ભારતમાં સારી ના હોવાથી ફિલ્મ નિર્માતાઓએ પોતાની  ફિલ્મોને ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ કરવાનો નિર્ણય કર્યો છે.એવા અહેવાલો છે કે સૈફ અલી ખાન અને અર્જુન કપૂર અભિનીત ફિલ્મ ‘ભૂત પોલીસ’ ઓટીટી પ્લેટફોર્મ પર વેચી દેવામાં આવી છે. અહેવાલ મુજબ રમેશ તૌરાનીએ કહ્યું હતું કે મારી પાસે કોઈ વિકલ્પ નથી, કારણ કે હું નવેમ્બર 2021 પહેલાં થિયેટરો શરૂ થાય તેવી અપેક્ષા કરતો નથી. જે રીતે સ્થિતિ છે તેના પરથી લાગતું નથી કે અત્યારે પરિસ્થિત સામાન્ય બનશે.

અહેવાલ મુજબ ફિલ્મ ‘ભૂત પોલીસ’ ના નિર્માતાએ  કહ્યું હતું કે ‘મારે ફિલ્મ સપ્ટેમ્બર 2021 માં રિલીઝ કરવાની હતી. મેં વિચાર્યું કે જો હું મારું વચન પાળીશ તો આ સમયે સારું રહેશે, તો હા આ ફિલ્મ ઓટીટી પર સપ્ટેમ્બર કે ઓકટોબરમાં રિલીઝ કરી દેવામાં આવશે.હાલ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવા જઇ રહી છે.