કોન બનેગા કરોડપતિ 9 પહેલા જ દિવસથી ટીઆરપીમાં સૌથી આગળ છે. 28 ઓગસ્ટથી શરૂ થયેલો ક્વિઝ શો KBC 9 ના ચાહકો માટે ખરાબ સમાચાર છે. સૌથી ફેમસ ક્વિઝ શો KBC 23 ઓક્ટોબર બાદ ટેલિકાસ્ટ થશે નહીં.
તમને જણાવી દઇએ કે આ શો બંધ થયા બાદ બે નવા શો એની જગ્યા લેશે. 9 વાગ્યે ”રિશ્તા લિખેંગે હમ નયા” અને ”પહરેદાર પિયા કી” ની સિક્કવલ છે.
9.30 વાગ્યે એક નવો શો ‘હાસિલ’ KBC ની જગ્યા લેશે. આ શો થી ફિલ્મ અભિનેતા જાયદ ખાન નાન પડદા પરથી ડેબ્યૂ કરી રહ્યા છે.
