બાહુબલીથી દુનિયાભરમાં મશહૂર થયેલા પ્રભાસ આજે પોતાનો 38મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. પ્રભાસના ફેન્સ માટે તેમનો જન્મદિવસ કોઈ ઉત્સવથી ઓછો નથી અને આથી પ્રભાસે પોતાના ફેન્સને સરપ્રાઈઝ આપતા મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘સાહો’નો ફસ્ટ લુક રિલીઝ કર્યો છે. પ્રભાસના ફસ્ટ લુકની રિલીઝની માહિતી રમેશ બાલાએ સોશિયલ મીડિયા પર આપી હતી અને ફાઈનલી તેમનો ફસ્ટ લુક રિલીઝ કરી દિધો છે.