New Delhi News/ NIAએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ પર જાહેર કર્યું 10 લાખનું ઈનામ

મળતી માહિતી મુજબ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ

Top Stories India Breaking News

New Delhi News: NIAએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના (Lawrence Bishnoi) ભાઈ અનમોલ પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં અનમોલ બિશ્નોઈનું (Anmol Bishnoi) નામ પણ સામેલ છે.

Amid spate of attacks, Lawrence Bishnoi's brother on NIA's radar | Latest  News India - Hindustan Times

મળતી માહિતી મુજબ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ કેનેડા અને અમેરિકામાં બેસીને આ ગેંગને ચલાવી રહ્યો છે. બાબા સિદ્દીકીની હત્યા કેસમાં અનમોલ બિશ્નોઈનું નામ પણ સામે આવ્યું છે. આ હત્યા કેસના શૂટર્સ અનમોલ બિશ્નોઈના સંપર્કમાં હતા. અનમોલ બિશ્નોઈએ સલમાન ખાનના ઘરે ફાયરિંગની જવાબદારી પણ લીધી છે. 15 એપ્રિલે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું.

अनमोल बिश्नोई ने सलमान के घर के बाहर फायरिंग की जिम्मेदारी ली है। Anmol  Bishnoi takes responsibility of firing outside Salman's house -  ghoomatadarpan

જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ નવ મિનિટનું ભાષણ આપીને સલમાન ખાનના ઘરે ગોળીબાર કરનારા શૂટર્સને ઉશ્કેર્યા હતા. મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૂત્રો મુજબ અનમોલ બિશ્નોઈએ બે શૂટર્સ વિકી ગુપ્તા અને સાગર પાલને કહ્યું હતું કે જ્યારે તેઓ અભિનેતાના ઘર પર હુમલો કરશે ત્યારે તેઓ ઈતિહાસ રચશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃલોરેન્સ બિશ્નોઈ અને સલમાન ખાન વચ્ચેના વિવાદ વચ્ચે શાકભાજી વેચનારની એન્ટ્રી, 5 કરોડ રૂપિયા માંગનાર પોલીસના હાથે ઝડપાઈ ગયો

આ પણ વાંચોઃકોણ છે લોરેન્સ બિશ્નોઈનો હીરો? હાઈ-પ્રોફાઈલ ગુનાઓ સાથે છે મોટો સંબંધ

આ પણ વાંચોઃસલમાન ખાન બાદ લોરેન્સ બિશ્નોઈએ આ પંજાબી સિંગરના ઘરે કરાવ્યું ફાયરિંગ