Not Set/ નિર્ભયા કેસ/ રાષ્ટ્રપતિએ મુકેશની દયા અરજી ફગાવી, હવે ફાંસીની સજાથી નહી બચી શકે દોષીઓ

નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસમાં દોષીત મુકેશની પાસે રહેલા કાયદા સંરક્ષણનાં તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિને મોકલેલ દોષી મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિ દ્વારા ફગાવી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન વતી ગૃહ મંત્રાલયને આ માહિતી આપવામાં આવી છે. દોષીઓને ફાંસી આપવા માટે દયાની અરજી રદ કરવામાં આવ્યા બાદ હવે 14 દિવસનો સમય આપવામાં […]

Top Stories India

નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસમાં દોષીત મુકેશની પાસે રહેલા કાયદા સંરક્ષણનાં તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિને મોકલેલ દોષી મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિ દ્વારા ફગાવી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન વતી ગૃહ મંત્રાલયને આ માહિતી આપવામાં આવી છે. દોષીઓને ફાંસી આપવા માટે દયાની અરજી રદ કરવામાં આવ્યા બાદ હવે 14 દિવસનો સમય આપવામાં આવી શકે છે. ગુરુવારે જ, દિલ્હીનાં લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા મુકેશની દયા અરજી નામંજૂર થયા બાદ તેને ગૃહ મંત્રાલયને વિચારણા માટે મોકલવામાં આવી હતી. દોષીત મુકેશની ફાઇલ ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિને મોકલી હતી.

આ અગાઉ દોષી વિનય કુમાર વતી રાષ્ટ્રપતિને દયાની અરજી મોકલવામાં આવી હતી પરંતુ તેણે જાતે જ તેની અરજી પાછી ખેંચી લીધી હતી. હવે આ મામલાની આજે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થવાની છે. કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું છે કે, શું તિહાડ જેલ પ્રશાસન દ્વારા ફાંસીની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે. નિર્ભયાની માતાએ પણ ગુનેગારોને ફાંસી આપવામાં મોડુ થવા અંગે સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, જ્યારે આ ઘટના 2012 માં બની હતી, ત્યારે તિરંગાને હાથમાં લઇ ન્યાય સાથે રસ્તા પર ઉતરી ગયેલા લોકો આજે આ ફાંસીમાં મોડું કરી રહ્યા છે.

નિર્ભયાની માતા આશા દેવીએ ભાજપ અને કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે, આ મામલે બંને રાજકારણ કરી રહ્યા છે. ફાંસીમાં વિલંબ જાણી જોઈને કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે વડા પ્રધાને 2014 ની ચૂંટણી પહેલા મહિલા સુરક્ષાની ખાતરી આપી હતી. હવે તેઓએ તેમના વચનને પૂર્ણ કરવું જોઈએ. દોષીઓને 22 જાન્યુઆરીએ જ ફાંસી આપવી જોઇએ.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.