Bihar/ નીતિશ કુમાર ક્યારેક મોદીના પગમાં પડે છે તો ક્યારેક પત્રકારોને ઝુકીને સલામ કરે છે

નીતિશ કુમાર ફરી એકવાર તેમની જૂની સ્ટાઈલમાં જોવા મળ્યા

Top Stories India
Beginners guide to 6 1 નીતિશ કુમાર ક્યારેક મોદીના પગમાં પડે છે તો ક્યારેક પત્રકારોને ઝુકીને સલામ કરે છે

Bihar News : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક વીડિયો આ દિવસોમાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સીએમ નીતિશ કુમાર પુલનું કામ પૂર્ણ ન થવાની સ્થિતિમાં અધિકારીના પગે લાગવાની વાત કરતા જોવા મળે છે. આ વીડિયોને જે લોકોએ પણ જોયો તેઓ આશ્ચર્ય પામ્યા છે, પરંતુ જો છેલ્લા થોડા સમયની વાત કરીએ તો નીતિશ કુમારના અંદાજ-એ-બયાં કંઈક અલગ જ વ્યક્ત કરે છે. તેઓ ક્યારેક તેમના જ અધિકારીઓનાં માથાં એકબીજા સાથે અથડાવે છે તો અધિકારીઓને પગે લાગવાની વાત કરતા જોવા મળે છે.

આજે 10 જુલાઈએ પટનામાં સીએમ નીતિશ કુમાર જેપી ગંગા પથના બીજા ફેઝનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન સિક્સ લેનના પ્રોજેક્ટમાં મોડું થવાને લઇને તેઓ મેનેજર શ્રીનાથને ખખડાવા લાગ્યા. ગુસ્સે થતાં તેમણે મેનેજરને કહ્યું કે તમે કહેતા હો તો હું તમારા પગે પડું?, પરંતુ આ કામ જલદી જ કરાવી લો. સીએમ જેવા તેમને પગે પડવા માટે આગળ વધ્યા પથ નિર્માણના ACS પ્રત્યય અમૃત હાથ જોડીને ઊભા રહી ગયા. તેમણે મુખ્યમંત્રીને કહ્યું હતું કે તમે આવું ના કરશો, અમે કામમાં ઝડપ વધારીશું. ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ પણ મુખ્યમંત્રીનો હાથ પકડી લીધો.

19 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના પ્રવાસે હતા. રાજગીરમાં તેમણે નાલંદા યુનિવર્સિટીનાં ખંડેર જોયાં અને નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે એક રસપ્રદ ઘટના બની. સ્ટેજ પર વડાપ્રધાન મોદીનો હાથ પકડીને મુખ્યમંત્રી નીતિશ કુમાર અચાનક કંઈક જોવા લાગ્યા. પીએમએ તેમની સાથે હસતાં હસતાં વાત કરી અને તેમના સવાલનો જવાબ આપ્યો. આ જોઈને વડાપ્રધાનની સુરક્ષા માટે તહેનાત એસપીજી જવાનો પણ તેમની સામે જોવા લાગ્યા.

8 જૂને નીતિશ કુમાર ફરી એકવાર તેમની જૂની સ્ટાઈલમાં જોવા મળ્યા હતા. સ્વાતંત્ર્ય સેનાની ભૂપેન્દ્ર મંડલને શ્રદ્ધાંજલિ આપવા માટે મુખ્યમંત્રી બિહાર વિધાનસભા સંકુલ પહોંચ્યા હતા. અહીં તેમણે મંત્રી અશોક ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાનું માથું એકબીજા સાથે અથડાવ્યું હતું.

આ બધું તેમણે હસીને કર્યું. સીએમ અહીં ન અટક્યા, તેમણે મંત્રી અશોક ચૌધરી, મંત્રી પ્રેમ કુમાર અને નાયબ મુખ્યમંત્રી વિજય સિંહાનાં માથાં પણ એકબીજાં સાથે અથડાવ્યાં હતાં. આ દરમિયાન ત્યાં હાજર તમામ લોકો હસતા જોવા મળ્યા હતા.

7 નવેમ્બર 2023ના રોજ સીએમ નીતિશ પોતાના જ કેબિનેટ મંત્રી અશોક ચૌધરીના પિતા મહાવીર ચૌધરીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મહાવીર ચૌધરીને શ્રદ્ધાંજલિ આપવા બદલ અશોક ચૌધરી પર જ ફૂલ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. જોકે એ પછી JDU તરફથી વિવિધ તર્ક સામે આવવા લાગ્યા હતા. હવે આ વાત પર જીતન રામ માંઝીએ પોતાના ટ્વીટ દ્વારા નીતિશ પર નિશાન સાધ્યું હતું.

જોકે 9 નવેમ્બર 2023ના રોજ સદનમાં જાતીય ગણતરીના આધાર પર અનામત સંશોધન બિલ પર ચર્ચા થઈ રહી હતી. એના પર સુપ્રીમો જીતન રામ માંઝી પોતાની વાત સામે રાખી રહ્યા હતા. એને લઇને પૂર્વ સીએમ માંઝીએ આપત્તિ જણાવી તો નીતિશ લાલઘૂમ થઈ ગયા હતા. તેમણે એવું પણ કહી દીધું કે આમને સીએમ બનાવવા મારી સૌથી મોટી મૂર્ખતા હતી. એ પછીથી સતત જીતન રામ માંઝી તેનો વિરોધ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રીએ કરી આવી જાહેરાત… આ સાંભળીને કરોડો LPG ગ્રાહકો આનંદથી ઉછળવા લાગ્યા

આ પણ વાંચો:નવા સિમ કાર્ડ સાથે આધાર લિંક કૌભાંડમાં ફસાઈ મહિલા, રૂ. 80 લાખની થઇ છેતરપિંડી

આ પણ વાંચો:પતંજલિએ હવે 14 પ્રોડક્ટ્સનું વેચાણ કર્યું બંધ, સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ માંગી માફી

આ પણ વાંચો:‘કોવિડ-19 લોકડાઉનના લીધે અસરગ્રસ્ત વિમાની પ્રવાસીઓને બૂકિંગની રકમ પરત કરો’