આ વર્ષે ટોક્યોમાં યોજાનાર ઓલમ્પિકમાં ઉત્તર કોરીયા ભાગ લેશે નહીં. વિશ્વભરમાં કોરોના વાયરસે માઝા મુકી છે કોરોનાની બીજી વેવના લીધે વિશ્વમાં કોરોના સંક્રમણના કેસો ખુબ ઝડપથી વધી રહ્યા છે.
કોરોનાના લીધે ઉત્તર કોરિયા પોતાના એથ્લીટોને જોખમમાં મુકવા માંગતાં નથી. તેના કારણે ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિકમાં ભાગ લેશે નહીં.
ઉત્તર કોરિયા ઓલિમ્પિકમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લેનાર પ્રથમ દેશ બની ગયો છે
ઉત્તર કોરિયાનો દાવો છે કે તેના ત્યાં કોઇ કોરોનાના કેસો નથી પરતું વિશેષજ્ઞનોનું કહેવું છે કે એવું શક્ય જ નથી.
આ વર્ષે 23 જુલાઇના રોજ ટોક્યોમાં ઓલિમ્પિક યોજાશે
ઉત્તર કોરિયા ઓલિમ્પિકમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લેનાર પ્રથમ દેશ બની ગયો છે. ગત વર્ષે જાપાનમાં ઓલિમ્પિક યોજાવાનો હતો પરતું કોરોના મહામારીના લીધે તેને રદ કરવામાં આવી હતી. આ વર્ષે 23 જુલાઇના રોજ ટોક્યોમાં ઓલિમ્પિક યોજાશે.
ઉત્તર કોરિયા અને ટોક્યો વચ્ચે અટકી ગયેલી વાતચીત ઓલિમ્પિકથી શરૂ થશે પરતું કોરિયાએ કોરોના ના લીધે ઓલિમ્પિકમા ભાગ લેવાનો નિર્ણય લેતાં તેમની વાતચીતની આશા ઠગારી નીવડી છે.
