Not Set/ ઉત્તર નાઈઝીરિયામાં ડાકુઓનો હુમલો, 45 લોકોના મોત

ઉત્તર નાઈઝીરિયામાં સ્થિત બિરિન ગવારીના ગ્વાસ્કા ગામમાં હુમલામાં 45 લોકોના મોત થયા છે. સ્થાનિક લોકો અને અધિકારીઓએ આ જાણકારી આપી હતી. આ પહેલા નાઈઝીરિયાના ઉત્તર-પૂર્વ શહેરમાં આત્મઘાતી બોમ્બ ધમાકો કરવામાં આવ્યો હતો જેમાં 24 લોકોના મોત થયા હતાં. પોલીસ અધિકારી ઈબ્રાહીમ ઇદ્રીસે ગ્વાસ્કાના એક ગામમાં હુમલો કર્યાની વાતની પુષ્ટિ કરી હતી. આ ઘટનાની જાણ થતા […]

World

ઉત્તર નાઈઝીરિયામાં સ્થિત બિરિન ગવારીના ગ્વાસ્કા ગામમાં હુમલામાં 45 લોકોના મોત થયા છે. સ્થાનિક લોકો અને અધિકારીઓએ આ જાણકારી આપી હતી. આ પહેલા નાઈઝીરિયાના ઉત્તર-પૂર્વ શહેરમાં આત્મઘાતી બોમ્બ ધમાકો કરવામાં આવ્યો હતો જેમાં 24 લોકોના મોત થયા હતાં.

પોલીસ અધિકારી ઈબ્રાહીમ ઇદ્રીસે ગ્વાસ્કાના એક ગામમાં હુમલો કર્યાની વાતની પુષ્ટિ કરી હતી. આ ઘટનાની જાણ થતા ગામમાં 200 પોલીસકર્મીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. દિવસે સશસ્ત્ર હુમલાખોરોએ પહેલા તો કેટલાક ઘરોમાં આગચંપી કરી હતી જેથી ગ્રામવાસીઓ ફસાયા હતા અને ત્યારબાદ તેમને મારી નાખવામાં આવ્યા હતા. અત્યાર સુધી 45 જેટલી લાશોને ઘરની બહારથી કાઢવા આવી છે.

ડાકુઓ સામે લડવા માટે મદદ કરનાર એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે  ઓછામાં ઓછા 45 લોકો માર્યા ગયા છે. હુમલાખોરો જમફારા રાજ્યના હતાં, તેમણે બાળકો પર ગોળીઓ ચાલવી હતી અને લોકોના ઘરોમાં આગ લગાડી દીધી હતી. અવાર- નવાર ત્યાં આવી ઘટનાઓ બનતી હોય છે તેના માટે એક જૂથ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાથી પણ કેટલાક ઈજાગ્રસ્ત થયા હતા. જે ગામમાં હુમલો થયો તેના નજીક આવેલા એક ગામમાં અઠવાડિયા પહેલા અજાણ્યા બંધુકધારીઓએ હુમલો કર્યો હતો.

રાષ્ટ્રપતિ બુહારીની સરકાર આવા હત્યાકાંડને રોકવા માટે સક્ષમ નથી એવી પણ ટીંકા કરવામાં આવી રહી છે. ગત મહિને બિરિન ગવારી વિસ્તારમાં પણ બંદુકધારીઓ હુમલામાં 14 લોકોની હત્યા કરી હતી.

રાષ્ટ્રપતિ મોહમ્મદ બુહારીએ બરનીન ગ્વારી ક્ષેત્રમાં નાઈઝીરિયન સેનાની કાયમી ધોરણે તહેનાતી અંગે મંજુરી આપી દીધી છે. હુમલા બાદ વિવિધ સરકારી એજન્સીઓ ગામમાં ઘાયલ લોકોની મદદ માટે કામ કરવામાં જોડાઈ છે.