Not Set/ BJP સાંસદ અનંતકુમાર હેગડેના નિવેદન મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું,- બફાટ કરવો તે ભાજપના નેતાઓની સંસ્કૃતિ છે

પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર કર્યો પલટવાર બફાટ કરવો તે ભાજપના નેતાઓની સંસ્કૃતિ છે મહાત્મા ગાંધીની હત્યા કરી તે વિચારધારા ભાજપની ગાંધીના સત્યાગ્રહમાંથી સમગ્ર વિશ્વ પ્રેરણા મેળવે છે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ અનંતકુમાર હેગડેએ મહાત્મા ગાંધી વિશે વિવાદિત નિવેદનો કર્યા હતા, ત્યારબાદ રાજકારણ ગરમાવા લાગ્યું છે. અનંતકુમાર હેગડેએ મહાત્મા ગાંધી વિશે […]

Ahmedabad Gujarat
  • પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર કર્યો પલટવાર
  • બફાટ કરવો તે ભાજપના નેતાઓની સંસ્કૃતિ છે
  • મહાત્મા ગાંધીની હત્યા કરી તે વિચારધારા ભાજપની
  • ગાંધીના સત્યાગ્રહમાંથી સમગ્ર વિશ્વ પ્રેરણા મેળવે છે

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ અનંતકુમાર હેગડેએ મહાત્મા ગાંધી વિશે વિવાદિત નિવેદનો કર્યા હતા, ત્યારબાદ રાજકારણ ગરમાવા લાગ્યું છે. અનંતકુમાર હેગડેએ મહાત્મા ગાંધી વિશે જણાવ્યું હતું કે તેમનો આઝાદી માટેનો સંઘર્ષ માત્ર એક નાટક હતુ. ભાજપનાં સાંસદનાં આ નિવેદન પર કોંગ્રેસ પાર્ટીનાં ગુજરાત પ્રવક્તા મનીષ દોશીએ તીખી પ્રતિક્રિયા આપી છે.

આ નિવેદન બાબતે મનીષ દોશીએ જણાવ્યું હતું કે, બફાટ કરવો તે ભાજપના નેતાઓની સંસ્કૃતિ છે. ગાંધીના સત્યાગ્રહમાંથી સમગ્ર વિશ્વ પ્રેરણા મેળવે છે જયારે ભાજપના નેતા ઓ ગાંધીજી પ્રત્યે વૈમનસ્ય વાળી વાતો કરી રહ્યા છે. ભાજપ ગાંધીજીની વિચારધારામાં માને છે કે, પછી ગોડસેની વિચાર્ધારમાં તે સ્પષ્ટ કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.