Surat News/ સુરતમાં ફરી એકવાર પૂરપાટ ઝડપે આવતી રિક્ષાવાળાનો અકસ્માત, CCTV વાયરલ

ગુજરાતમાં હવે  અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

Top Stories Gujarat Surat

Surat News: સુરતમાં ફરી એકવાર (Dumper driver) પૂરઝડપે આવતી રિક્ષા ડમ્પરમાં ઘૂસી ગઈ હતી. ઘટનાનો વીડિયો વાયરલ (Video Viral) થયો છે. જેના દ્શ્યો સીસીટીવીમાં (CCTV) કેદ થયા હતા. પૂરપાટ ઝડપો દોડતા વાહનો પર ક્યારે અંકુશ આવશે તેની ચિંતા અને ભય સુરતવાસીઓમાં ફેલાયો છે.

ગુજરાતમાં હવે  અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં સાઈડ પર ઊભી રહેલા ડમ્પર પર પૂરપાટ ઝડપે આવી રહેલી રિક્ષ4ા ઘૂસી ગઈ હતી. તેમાં બેઠેલા રિક્ષા ચાલકને ગંભીર ઈજા પહોંચતા નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. કામરેજ પોલીસે ઘટનાના વીડિયોના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

થોડા દિવસ પહેલા સુરતના પાલ વિસ્તારમાં અત્યંત ઝડપે દોડતા ડમ્પર ચાલકે સાયકલ પર ટ્યુશન માટે જઈ રહેલા વિદ્યાર્થીને બુલેટની ઝડપે ટક્કર મારી હતી. આ પછી ડમ્પર ચાલક નાસી ગયો હતો. જ્યારે આ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પાલ પોલીસના પી.આઈ.એલ. ગાધેએ જણાવ્યું હતું કે અકસ્માત અંગે ફરિયાદ નોંધવામાં આવી છે અને ડમ્પર જપ્ત કરવામાં આવ્યું છે. ડમ્પરના ચાલકની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.  ભારે વાહનોના અકસ્માત બાદ ચેકિંગની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને ત્રણ જેટલા ડમ્પરો પણ ડિટેઈન કરવામાં આવ્યા છે. સીસીટીવીના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે અને સિગ્નલ બંધ હતું કે ચાલુ તેની પણ તપાસ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં ડમ્પરે ટ્યુશનથી ઘરે જતાં બાળકને કચડ્યો, બાળકની હાલત ગંભીર

આ પણ વાંચો:સુરતમાં યુવકને 150 મીટર બોનેટ પર ઢસેડ્યો પછી ગાડી ચડાવી મોતને ઘાટ ઉતાર્યો..

આ પણ વાંચો:સુરત બોગસ ડોક્ટરોએ શરૂ કરેલી બોગસ હોસ્પિટલ એક જ દિવસમાં સીલ