Mahesana News/ મહેસાણામાં નસબંધી કાંડમાં એક પછી એક નવા ખુલાસા

નસબંધીમાં ભોગ બનનાર યુવાન સામે આવ્યો

Top Stories Gujarat

Mahesana News : મહેસાણાના ચકચારભર્યા નસબંધી કાંડમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં નસબંધીનો ભોગ બનેલો યુવક સામે આવ્યો છે. એટલું જ નહી ભોગ બનતા બચીગયેલા યુવાન પણ સામે આવતા ચકચાર મચી છે. તે સિવાય જમાનપુર ગામમાં પણ નસબંધીનો મામલો સામે આવ્યો છે. જેમાં યુવકને લોહીના રિપોર્ટ કરાવવાના હોવાનું કહીને લઈ ગયા હતા.

એટલું જ નહી તેને રૂ.2,000 આપવાની લાલચ પણ આપવામાં આવી હતી. બાદમાં યુવકને એમ્બ્યુલન્સમાં કલોલ સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો. બીજીતરફ યુવકને શંકા જતા તેણે ફરિયાદ કરવાની ધમકી આપી હતી. જેને પગલે આ યુવકને જવા દેવામાં આવ્યો હતો. અન્ય એક પરણિત યુવકને પણ અડાલજ ચોકડીએ લઈ જવામાં આવ્યો હતો.

અડાલજ હોસ્પિટલમાં લેબોરેટરીનું કહી તેનું લોહી લેવામાં આવ્યું હતું.લોહી લીધા બાદ તેનું નસબંધીનું ઓપરેશન કરી નાંખવામાં આવ્યું હતું. નસબંધીના ઓપરેશન બાદ તેને રૂ.2,000 આપવમાં આવ્યા હતા. આ બન્ને યુવાનના કેસમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેવગઢ બારીયામાં પરણિતાના આપઘાત મામલામાં મોટો ખુલાસો

આ પણ વાંચો:અમદાવાદ નજીકના ધોળકામાં પત્નીએ સગા ભાઈ સાથે સેક્સ માણતાં પતિએ કર્યો આપઘાત

આ પણ વાંચો:મિત્ર રૂમની રખેવાળી કરતો અને યુવકે દુષ્કર્મ આચર્યું : બદનામીના ડરથી યુવતીનો આપઘાત