બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય વિશે સતત નકારાત્મક સમાચાર આવે છે. તેના નકારાત્મક સમાચારને જોતા, એવું લાગે છે કે તે જલ્દીથી કોઈ મુશ્કેલીમાં આવી શકે છે. કારણ કે તેની સામે ફરી એકવાર અંબોલી પોલીસમાં એફઆઈઆર નોંધાઈ છે. અગાઉ વધુ બે મહિલાઓએ ગણેશ આચાર્ય વિરુદ્ધ અનેક આરોપો લગાવવાનો કેસ કર્યો હતો.
મહિલાઓએ કહ્યું કે આચાર્ય તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા દેતા નથી અને તેમની પાસેથી કમિશનની માંગ કરી રહ્યા હતા. એટલું જ નહીં, મહિલાએ આચાર્ય પર પણ એડલ્ટ મૂવી જોવા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે આચાર્યની વિરુદ્ધ બીજી એક મહિલા સામે આવી છે. તેણે આચાર્ય ઉપર સેક્સ માટે દબાણ કરવાના આરોપ લગાવ્યા છે, જોકે ગણેશ આચાર્યએ તેમના ઉપર લગાવવામાં આવેલા આરોપોને નકારી દીધા છે. ગણેશના કહેવા પ્રમાણે, જ્યારથી તેઓ મહાસચિવ બન્યા છે અને ખોટી બાબતો સામે કાર્યવાહી કરી રહ્યા છે, ત્યારબાદ કેટલાક લોકો તેની વિરુદ્ધ થયા છે.
FIR registered against Bollywood choreographer Ganesh Acharya for allegedly sexually harassing woman: Mumbai Police
— Press Trust of India (@PTI_News) February 5, 2020
સામે આવી રહેલી વિગતો મુજબ એક મહિલાએ બોલીવુડ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય વિરુદ્ધ મુંબઈ પોલીસ સ્ટેશનમાં તેની પર જાતીય સતામણીનો આરોપ લગાવતી એફઆઈઆર નોંધાવી છે. એક માધ્યમ સાથે વાત કરતાં આ મહિલાએ જણાવ્યું હતું કે 90 ના દાયકામાં ગણેશ આચાર્યએ તેને હોટલના ઓરડામાં બનાવટી રીતે બોલાવીને સેક્સ માટે દબાણ કર્યું હતું. જ્યારે મહિલાએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે દુષ્કર્મ શરૂ કર્યું અને તેને પલંગ પર ધકેલી દીધી. આવી સ્થિતિમાં મહિલાએ પોતે માસીક ઘર્મમાં હોવાની વાત કહી ગણેશ આચાર્યથી પીછો છોડાવ્યો હતો.
