મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે,જે ચિંતાજનક બાબાત છે. આજે શુક્રવારે 20 વધુ સંક્રમિત કેસ મળી આવ્યા છે. એકલા મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસની સંખ્યા 100 ને વટાવી ગઈ છે. મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય છે જ્યાં દક્ષિણ આફ્રિકાના વેરિઅન્ટના 100 થી વધુ કેસ છે.આજે 20 નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં આ પ્રકારથી પીડિતોની સંખ્યા વધીને 108 થઈ ગઈ છે. આજે મુંબઈમાં 11 દર્દી મળી આવ્યા છે, જ્યારે પુણેમાં 6, સતારામાં 2 અને અહેમદનગરમાં 1 સંક્રમિત મળી આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં જ પ્રતિબંધની જાહેરાત કરી શકે છે.
શુક્રવારે મહારાષ્ટ્રમાં 1,410 નવા કોરોના દર્દીઓ મળ્યા અને 12 લોકોએ જીવ ગુમાવ્યા. 24 કલાકમાં 868 દર્દીઓને રજા આપવામાં આવી છે અને હવે અહીં સક્રિય કેસની કુલ સંખ્યા 8,426 છે. તે જ સમયે, મુંબઈમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. 24 કલાકમાં, મહાનગરમાં 683 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે, જ્યારે 1 દર્દીનું મોત નીપજ્યું છે. હવે અહીં કુલ 3,227 સક્રિય કેસ છે.
