New Delhi News : ઓપરેશન સિંદૂર (Operation Sindoor)બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. SCO સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમમાં ભાગ લેવા આવેલા પાકિસ્તાની પ્રતિનિધિમંડળ (Pakistan Delegation)હવે આગ્રાના વિશ્વપ્રસિદ્ધ તાજમહેલની (Taj Mahal)મુલાકાત પણ લેશેપાકિસ્તાનના ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણ સંકલન મંત્રી મુસાદિક મલિક (Musadik Malik)ભારતની મુલાકાતે પહોંચ્યા છે. . સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતિનિધિમંડળ 23 નવેમ્બરે ભારતથી પરત ફરશે.
પાકિસ્તાની પ્રતિનિધિમંડળ (Pakistan Delegation) તાજમહેલ જોવા જશે
SCO સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમમાં ભાગ લેવા માટે પાકિસ્તાન તરફથી મંત્રી મુસાદિક મલિક (Musadik Malik)અને SCO ડિરેક્ટર આયેશા મીર ભારત આવ્યા છે. તેમની સાથે પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઇ કમિશનર તારિક મસૂદ પણ પ્રતિનિધિમંડળમાં (Pakistan Delegation)સામેલ થવાના હતા, પરંતુ તેઓ ભારત આવ્યા નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાની પ્રતિનિધિમંડળ (Pakistan Delegation)23 નવેમ્બરે ભારતથી પરત ફરશે. આ દરમિયાન તેઓ ઉત્તર પ્રદેશના આગ્રા સ્થિત તાજમહેલની (Taj Mahal)મુલાકાત લે તેવી શક્યતા છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનના કોઈ મંત્રીની આ પ્રથમ ભારત મુલાકાત હોવાથી આ પ્રવાસ રાજદ્વારી દૃષ્ટિએ પણ ચર્ચામાં છે.
પીએમ મોદી કરશે SCO ફોરમનું ઉદ્ઘાટન
ભારતની યજમાનીમાં નવી દિલ્હીના ઐતિહાસિક પુરાણા કિલ્લા ખાતે 20થી 22 નવેમ્બર દરમિયાન SCO સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 નવેમ્બરે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ 21 અને 22 નવેમ્બરે વિવિધ વિષયો પર ચર્ચા અને સત્રો યોજાશે.
આ ફોરમમાં ચીન, પાકિસ્તાન, કઝાકિસ્તાન, ઈરાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સહિત SCO સાથે જોડાયેલા દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. વિવિધ દેશો વચ્ચે સાંસ્કૃતિક વારસો અને સભ્યતાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
ભારતનો આતંકવાદ મુદ્દે સ્પષ્ટ સંદેશ
પાકિસ્તાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ક્લાઇમેટ ચેન્જ મંત્રી મુસાદિક મલિક કરી રહ્યા છે. નોંધનીય છે કે મલિક અગાઉ સિંધુ જળ સંધિને લઈને ભારત વિરોધી નિવેદનો આપી ચૂક્યા છે.
ઓપરેશન સિંદૂર બાદ કોઈ પાકિસ્તાની મંત્રીની આ પ્રથમ ભારત મુલાકાત છે. જોકે, ભારતે દ્વિપક્ષીય સંબંધો અંગે પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું છે. ભારતનું કહેવું છે કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. તેમ છતાં, ભારત અને પાકિસ્તાન બંને SCO જેવા બહુપક્ષીય સંગઠનોના સભ્ય હોવાથી આવા મંચો પર એકબીજાને આમંત્રણ આપવામાં આવે છે.
સભ્યતા, કલા અને સાહિત્ય સહિતના મુદ્દે ચર્ચા
SCO સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમમાં મુખ્યત્વે ચાર વ્યાપક વિષયો પર ચર્ચા કરવામાં આવશે. તેમાં સભ્યતા અને સાંસ્કૃતિક અભિવ્યક્તિઓ, કલા અને સ્થાપત્ય તેમજ ભાષા, સાહિત્ય અને હસ્તપ્રતો જેવા વિષયોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપના વર્ષ 2001માં ચીનના શાંઘાઈ ખાતે કરવામાં આવી હતી. શરૂઆતમાં રશિયા, ચીન, કિર્ગિઝ રિપબ્લિક, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન તેના સ્થાપક સભ્યો હતા. ભારત અને પાકિસ્તાન વર્ષ 2017માં પૂર્ણ સભ્ય બન્યા હતા, જ્યારે ઈરાન વર્ષ 2023માં સંગઠનમાં જોડાયું હતું.
આ પણ વાંચો: પાકિસ્તાની પ્રતિનિધિમંડળ આવતા અઠવાડિયે ભારત આવશે, પાણીની સમસ્યા પર થશે ચર્ચા
આ પણ વાંચો: સિંધુ જળ સંધિ પર હાથ કાપવાની ધમકી આપનાર પાકિસ્તાની મંત્રી ભારત પહોંચ્યા
