Shocking/ પાકિસ્તાની અભિનેત્રીએ સાથી કલાકારોનો નગ્ર અવસ્થામાં બનાવ્યો Video

લાહોરનાં એક થિયેટરમાં કપડા બદલતી વખતે કેટલાક સાથી કલાકારોનો નગ્ન અવસ્થામાં વીડિયો બનાવવા બદલ એક ફિલ્મ અને સ્ટેજ અભિનેત્રી સામે કેસ નોંધવામાં આવ્યો છે.

World
પાકિસ્તાની એકટ્રેસ ખુશ્બુ

લાહોરનાં એક થિયેટરમાં કપડા બદલતી વખતે કેટલાક સાથી કલાકારોનો નગ્ન અવસ્થામાં વીડિયો બનાવવા બદલ એક ફિલ્મ અને સ્ટેજ અભિનેત્રી સામે કેસ નોંધવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી.

આ પણ વાંચો – ચીનને વધુ એક ઝટકો / કેનેડાએ પણ વિન્ટર ઓલિમ્પિકનો રાજદ્વારી બહિષ્કાર કરવાની કરી જાહેરાત

પાકિસ્તાનમાં, લાહોરનાં એક થિયેટરમાં કપડા બદલતી વખતે કેટલાક સાથી કલાકારોનો નગ્ન અવસ્થામાં વીડિયો બનાવવા બદલ એક ફિલ્મ અને સ્ટેજ અભિનેત્રી સામે કેસ નોંધવામાં આવ્યો છે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)ની સાઇબર ક્રાઇમ વિંગે અભિનેત્રી ખુશ્બુ અને તેના પાર્ટનર કાશિફ ચાન વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેના પર થિયેટરનાં ચેન્જિંગ રૂમમાં ગુપ્ત કેમેરા લગાવવાનો અને અન્ય અભિનેત્રીઓને બ્લેકમેલ કરવા અને અપમાનિત કરવાના ઈરાદાથી વાંધાજનક વીડિયો બનાવવાનો આરોપ છે. FIAનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ખુશ્બુએ નાટકમાં કામ કરતી ચાર અભિનેત્રીઓનાં નગ્ન વીડિયો બનાવવાનાં હેતુથી ચેન્જિંગ રૂમમાં ગુપ્ત કેમેરા લગાવવા માટે થિયેટર કર્મચારી ચાનને એક લાખ પાકિસ્તાની રૂપિયા આપ્યા હતા. આ પછી ખુશ્બુએ તેને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો અને તેનો વાંધાજનક વીડિયો ઇન્ટરનેટ પર મુક્યો.

આ પણ વાંચો – Bipin Rawat Death / CDS રાવત અને તેમની પત્નીના શુક્રવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે, કાલે મૃતદેહ દિલ્હી લાવવામાં આવશે

તેણે કહ્યું કે, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ નાટકનાં નિર્માતાએ કેસ નોંધવા FIAનો સંપર્ક કર્યો. નાટકનાં નિર્માતા મલિક તારિક મેહમૂદે કહ્યું, “સાથી અભિનેત્રીઓ સાથેનાં ઝઘડા બાદ ખુશ્બુને નાટકમાંથી કાઢી મૂકવામાં આવી હતી, જે પછી તેમની ખુશ્બુ સાથે દુશ્મની થઇ ગઈ હતી.” FIAનાં અધિકારીએ જણાવ્યું કે, ચાનની ધરપકડ કરવામાં આવી છે. તેણે કબૂલ્યું છે કે તેણે ખુશ્બુનાં કહેવા પર ચેન્જિંગ રૂમમાં સિક્રેટ કેમેરો લગાવ્યો હતો.