બોલિવૂડનાં કોમેડી કલાકાર પરેશ રાવલને તેમની એક્ટિંગથી લોકો ખૂબ જ પસંદ કરે છે. પરંતુ જ્યારે તેમની રાજનીતિને જોવામાં આવે ત્યારે તેમને પસંદ કરતા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. પરેશ રાવલ કોઇપણ વાતને બેબાક અંદાજથી લોકો સમક્ષ રાખતા આવ્યા છે. દેશમાં આજે સીએએ અને એનઆરસીનો મુદ્દો ગરમ છે. જેના પર સામાન્ય માણસથી લઇને મોટી હસ્તીઓ પણ પોતાની વાતને રજૂ કરી ચુકી છે. આ વખતે પરેશ રાવલે એક Tweet કરી પોતાની વાત લોકો સમક્ષ રાખી છે, તેમણે કરેલા ટ્વીટ પર વિરોધની સંભાવનાઓ વધારે દેખાઇ રહી છે.
दोस्तों आपको ये prove नहीं करना है कि हिंदुस्तान आपके बाप का है , आपको prove ये करना है कि आपका बाप हिंदुस्तान का है।
— Paresh Rawal (@SirPareshRawal) January 25, 2020
પરેશ રાવલે પોતાના ટ્વીટમાં લખ્યુ છે કે, ‘દોસ્તો, તમારે તે સાબિત નથી કરવાનું કે હિન્દુસ્તાન તમારા બાપનું છે, તમારે તે સાબિત કરવાનું છે કે તમારો બાપ હિન્દુસ્તાનનો છે.’ પરેશ રાવલે સીએએ, એનઆરસી અને સામાજિક મુદ્દાઓ વિશે અનેક ટ્વીટ કરી હતી, જેના કારણે તેણે સોશિયલ મીડિયા પર પણ ઘણી હેડલાઇન્સ બનાવી છે.
પરેશ રાવલનાં આ ટ્વીટ પર લોકો તરફથી પણ ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. વળી, પ્રખ્યાત અભિનેતા નસીરુદ્દીન શાહ, ફિલ્મ નિર્માતા મીરા નાયર, ગાયક ટી.એમ.કૃષ્ણા, ઇતિહાસકાર રોમિલા થાપર સહિત 300 થી વધુ હસ્તીઓએ સુધારેલા નાગરિકતા કાયદા (સીએએ) અને એનઆરસીનો વિરોધ કરતા વિદ્યાર્થીઓને ટાંકીને એક ખુલ્લો પત્ર જારી કર્યો છે. જે જણાવે છે કે સીએએ અને એનઆરસી ભારત માટે ખતરો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
