મંજૂરી/ Paytmના IPO ને મંજૂરી,રોકાણકારોને કમાવાની મળશે તક

રિપોર્ટ અનુસાર, Paytm નવેમ્બરમાં શેર માર્કેટમાં લિસ્ટ થશે, જો કે આ સંદર્ભે પેટીએમ પ્રતિનિધિએ સમાચાર પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો

Business

શેરબજારનું નિયમન કરતી સેબીએ Paytm ના IPO ને મંજૂરી આપી દીધી છે. આ દાવો બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, Paytm નવેમ્બરમાં શેર માર્કેટમાં લિસ્ટ થશે. જો કે આ સંદર્ભે પેટીએમ પ્રતિનિધિએ સમાચાર પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.  અને સેબીને મોકલવામાં આવેલ ઇમેઇલ તરત જ મળી શક્યો નથી.

Paytm ના IPO ની કિંમત 16600 કરોડ રૂપિયા છે. તેને અત્યાર સુધીનો સૌથી મોટો IPO કહેવામાં આવી રહ્યો છે. જો પેટીએમ તેના રૂ. 16,600 કરોડ ($ 2.2 અબજ) ના આઇપીઓ લક્ષ્યને હાંસલ કરે છે, તો તે 2013 માં કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એકત્ર કરાયેલા રૂ. 15,000 કરોડથી વધી જશે.

પેટીએમનો ડ્રાફ્ટ પેપર: જુલાઈ મહિનામાં, પેટીએમે ડ્રાફ્ટ પેપર સેબીને સુપરત કર્યું. આ ડ્રાફ્ટ પેપરમાં કંપનીએ કહ્યું હતું કે તે નવા શેર દ્વારા રૂ .8,300 કરોડ અને ઓફર ફોર સેલ દ્વારા રૂ .8,300 કરોડ એકત્ર કરશે. એટલે કે, કંપની પાસે કુલ 16,600 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય છે.