કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 12 મે વૈશાખ સુદ પૂનમ સોમવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સવારે 05.50 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.30 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· શિવજીને ફળ અર્પિત કરવા અને જળનો અભિષેક કરવો. પૂનમની સમાપ્તિ : રાત્રે ૧૦:૨૫ સુધી.
- તારીખ :- ૧૨-૦૫-૨૦૨૫, સોમવાર / વૈશાખ સુદ પૂનમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૦૦ થી ૦૭:૪૦ |
| શુભ | ૦૯:૧૮ થી ૧૦:૫૭ |
| લાભ | ૦૩:૫૩ થી ૦૫.૩૨ |
| અમૃત | ૦૫:૩૨ થી ૦૭:૧૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૪ થી ૧૨:૩૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- મનોબળ માં વધારો થાય.
- પ્રિય પાત્ર સાથે મેળાપ થાય.
- કોર્ટ કચેરીનું કામ સરળતાથી થાય.
- અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો.
- શુભ કલર –સફેદ
- શુભ નબર- ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- સમજી વિચારીને પગલાં ભરવા.
- વેપારમાં વધારો થાય.
- બોલવામાં ઝગડો થાય.
- નોકરીમાં નવી તકો સર્જાય.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૪
- મિથુન (ક, છ, ઘ) :-
- રાજકીય પદમાં પ્રમોશન મળે.
- વેપારમાં અણધાર્યા લાભ થાય
- માતા-પિતાના આશીર્વાદ થી કામ લેવું.
- કોઈ ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૧
- કર્ક (ડ , હ) :-
- મગજમાં સતત વિચારો ચાલે.
- નિર્ણય લેવામાં મુશ્કેલી આવે.
- કાર્ય પૂર્ણ થવામાં અવરોધો આવશે.
- તમારી ખામીઓને ઉજાગર ન થવા દો.
- શુભ કલર –ક્રીમ
- શુભ નંબર –૫
- સિંહ (મ , ટ) :-
- પડોશી જોડે વાદ-વિવાદ ન કરવો.
- ધન બચાવીને રાખો ફાયદો થશે.
- નોકરીમાં નવી જવાબદારી મળે.
- કાર્યસ્થળમાં દલીલ ટાળો.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- ખોટા વિવાદોથી દૂર રહેવું.
- સહકર્મચારીને કામ સોંપી શકો.
- તમારી ત્વચાનું ધ્યાન રાખવું.
- ઘરેલું સમસ્યાઓનો ઉકેલ આવશે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૧
- તુલા (ર , ત) :-
- ધન કમાવવા માટે ઉત્તમ દિવસ છે.
- લાંબી મુસાફરી થાય.
- પેટની સમસ્યા રહે.
- ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૩
- વૃશ્વિક (ન, ય) :-
- તમારા દુશ્મનથી સાચવવું.
- તબિયત સાચવવી.
- એકબીજાની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો.
- સંયમિત જીવનશૈલી અપનાવો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર –૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કાર્યમાં સફળતા મળે.
- નવી નોકરી મળે.
- ગળા અને કાન સંબંધિત રોગોથી સાવધાન રહો.
- પ્રેમ સંબંધોમાં મધુરતા આવે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૮
- મકર (ખ, જ) :-
- મુશ્કેલીનો સામનો કરવો પડે.
- સર્જનાત્મકકાર્યમાં વ્યસ્ત રહેશો.
- ખરીદીમાંપણ સમય પસાર થશે.
- વિદ્યાર્થીઓને સારા સમાચાર મળે.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- તબિયતમાં સંભાળ લેવી.
- લગ્નજીવન મુશ્કેલીમાં જણાય.
- કામ કરતી વખતે ધ્યાન રાખો.
- ચોરી અથવા નુકસાન થઇ શકે.
- શુભ કલર- ભૂરો
- શુભ નંબર- ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ધન અને વૈભવની પ્રાપ્તિ થાય.
- કામમાં વ્યસ્ત રહો.
- સારવાર માટે અહીં-ત્યાં ભટકવું પડશે.
- ખાવા-પીવામાં ધ્યાન રાખો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર –૨
આ પણ વાંચો:વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્રમાં 18 નંબરનું શા માટે મહત્વ ખૂબ જ હોય છે…..
આ પણ વાંચો:અંકશાસ્ત્ર પ્રમાણે આ નંબરના લોકો પાર્ટનર સાથે પ્રેમથી વર્તે છે
