Not Set/ પ્રાણી-પ્રેમી અનુષ્કાને PETAએ પર્સન ઓફ યર જાહેર કરી

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી લગ્નના બંધને બંધાયા પછી તેમની લાઇફમાં એક વધુ ખુશીના સમાચાર સામે આવ્યા છે.દુનિયામાં પ્રાણીઓના સરંક્ષણ માટે કામ કરતી પીપલ ફોર એથીકલ ટ્રીટમેન્ટ ઓફ એનીમલ્સ (PETA)એ અનુષ્કાને વધુ એક ખુશખબર આપી છે. PETAએ અનુષ્કાને ‘પરસન ઓફ ધ યર’નો ખિતાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે  અનુષ્કા શાકાહારી […]

Entertainment
e0aab2e0aa97e0ab8de0aaa8 e0aaace0aabee0aaa6 e0aa85e0aaa8e0ab81e0aab7e0ab8de0aa95e0aabe e0aaaee0aabee0aa9fe0ab87 e0aab5e0aaa7e0ab81 પ્રાણી-પ્રેમી અનુષ્કાને PETAએ પર્સન ઓફ યર જાહેર કરી

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી લગ્નના બંધને બંધાયા પછી તેમની લાઇફમાં એક વધુ ખુશીના સમાચાર સામે આવ્યા છે.દુનિયામાં પ્રાણીઓના સરંક્ષણ માટે કામ કરતી પીપલ ફોર એથીકલ ટ્રીટમેન્ટ ઓફ એનીમલ્સ (PETA)એ અનુષ્કાને વધુ એક ખુશખબર આપી છે. PETAએ અનુષ્કાને ‘પરસન ઓફ ધ યર’નો ખિતાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે  અનુષ્કા શાકાહારી છે અને પાછલાં ઘણાં વર્ષોથી તે પશુઓ માટે કામ કરી રહી છે.અનુષ્કાએ અનેક પ્રાણીઓ સાથે અનેકવાર સેલ્ફીથી લઇને ખાસ ફોટોગ્રાફી પણ કરી છે.

અનુષ્કા દિવાળીમાં ફટાકડાઓથી કુતરાઓને રક્ષણ આપવા માટે અવાજ ઉઠાવતી રહે છે,તો દેશમાં ઘોડાઓ પર થતાં અત્યાચાર માટે તેણે ઘણું કામ કર્યું છે.

અનુષ્કા ભલે પોતાની ફિલ્મોના કારણે લાઇમલાઇટમાં ન રહેતી હોય પરંતુ અન્ય કારણોસર તે ચર્ચામાં રહે છે. વિરાટ સાથે લગ્ન કર્યા બાદ હવે અનુષ્કા PETAના કારણે ચર્ચામાં આવી છે. PETAએ અનુષ્કાને 2015માં પણ PETA Hottest Vegetarian Celebrityનો ખિતાબ આપ્યો હતો. અનુષ્કા અવારનવાર એનિમલ શેલ્ટરમાં જઇને પશુઓ સાથે સમય વિતાવે છે અને તેનો એક પેટ ડોગ પણ છે, જેનું નામ ‘ડૂડ’ છે.

PETAએ કહ્યું હતું કે અનુષ્કાનો પ્રાણી પ્રેમ લાજવાબ છે અમને તેની પ્રાણીના રક્ષણ માટે તે અનેક પ્રવૃતિઓ કરતી રહે છે.અમને તેના પર ગર્વ છે.

e0aab2e0aa97e0ab8de0aaa8 e0aaace0aabee0aaa6 e0aa85e0aaa8e0ab81e0aab7e0ab8de0aa95e0aabe e0aaaee0aabee0aa9fe0ab87 e0aab5e0aaa7e0ab81 1 પ્રાણી-પ્રેમી અનુષ્કાને PETAએ પર્સન ઓફ યર જાહેર કરી

ઉલ્લેખનીય છે કે 11 ડિસેમ્બરે આ બંનેએ ઇટલીમાં સિક્રેટ વેડિંગ કર્યા બાદ દિલ્હી અને મુંબઇમાં શાનદાર રિસેપ્શન આપ્યું હતું.

 

Around The Web