Not Set/ આ પ્લાસ્ટિક નહીં કરે પર્યાવરણને નુકસાન, માનવ જીવન માટે પણ નથી હાનિકારક

CIFT દ્વારા તૈયાર કરાયેલા આ બાયોડિગ્રેડબલ પ્લાસ્ટિકની મજબૂતી અને ક્ષમતા સિન્થેટિક પ્લાસ્ટિક જેટલી જ જોવા મળે છે. સાથે આ પ્લાસ્ટિકમાં રોગપ્રતિકારક મેડિકલ દ્રવ્ય પણ સરળતાથી ઉમેરી શકાય છે.

Top Stories Business

આમ તો પ્લાસ્ટિક માનવ જીવનની સાથે પૃથ્વી અને પર્યાવરણ માટે પણ હાનીકારક છે. પરંતુ ગિરસોમનાથ જિલ્લાના વેરાવળની  સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિશરીઝ ટેકનોલોજી સંસ્થાને એક એવું પ્લાસ્ટિક તૈયાર કર્યું છે. જે ફુડ-પેકેજીંગ ઉદ્યોગમાં ક્રાંતિકારી શોધ સાબિત થઈ શકે છે.

સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિશરીઝ ટેકનોલોજી સંસ્થાનું સંશોધન

સિન્થેટિક પ્લાસ્ટિકના સી-વિડ માંથી બનાવાયું બાયોડિગ્રેડબલ પ્લાસ્ટિક

ફુડ-પેકેજીંગ ઉદ્યોગમાં સાબિત થઈ શકે છે ક્રાંતિકારી શોધ

પ્લાસ્ટિક એ વિશ્વનું સૌથી વધુ ભૂમિ પ્રદુષણ કરતું પરિબળ બનીને સામે આવ્યું છે, સરકારે પણ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે, ત્યારે ઘણા વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિકના વિકલ્પો પણ આપ્યાં છે, જેમાંથી એક વેરાવળની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ ટેકનોલોજીએ સી-વિડ માંથી બાયો ડીગ્રેડેબલ પ્લાસ્ટિક તૈયાર કર્યું છે. આ પ્લાસ્ટિક હાલમાં ઉપયોગમાં લેવાતા સિન્થેટિક પ્લાસ્ટિક થી અનેક ગણું પ્રદૂષણમુક્ત છે. તેની ભૌતિક લાક્ષણિકતા એવીં છે કે તે ટૂંક સમયમાં પ્રકૃતિમાં ભળી જાય છે. એટલું જ નહીં પ્લાસ્ટિક કચરાથી જામ થતી ગટરો અને પ્લાસ્ટિક ખાઈને મૃત્યુ પામતા પશુઓ માટેનું પણ આ પ્લાસ્ટિક કારણ નહીં બની શકે.

CIFT દ્વારા તૈયાર કરાયેલા આ બાયોડિગ્રેડબલ પ્લાસ્ટિકની મજબૂતી અને ક્ષમતા સિન્થેટિક પ્લાસ્ટિક જેટલી જ જોવા મળે છે. સાથે આ પ્લાસ્ટિકમાં રોગપ્રતિકારક મેડિકલ દ્રવ્ય પણ સરળતાથી ઉમેરી શકાય છે. જેના કારણે ફૂડ પેકિંગ ઇન્ડસ્ટ્રીઝમાં આ પ્લાસ્ટિક આગામી  સમયમાં ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. ત્યારે ચેન્નઈ થી ict કંપની અને રાજ્યની બીજી ઔદ્યોગિક કંપનીઓએ ciftનો સંપર્ક કર્યો છે અને તેમની જરૂરિયાત અનુસાર આ બાયોડિગ્રેડબલ પ્લાસ્ટિક તૈયાર કરવા વિજ્ઞાનીઓ સાથે  ચર્ચા થઈ રહી છે .

CIFT દ્વારા તૈયાર કરાયેલા આ બાયોડિગ્રેડબલ પ્લાસ્ટિકથી અનેક આશાઓ જાગી છે. પર્યવરણની સાથે સાથે માનવ જીવન માટે પણ આ શોધ આશીર્વાદ રૂપ લાગી રહી છે. સંસ્થાની આ મહેનત અને શોધ તમામ માટે લાભદાયી નીવડે તેવી પણ એક નવી આશા જન્મી છે.