Varanasi/ PM મોદી આજે તેમના મત વિસ્તાર વારાણસીમાં મનાવશે દેવ દિવાળી, 15 લાખ દિવડાઓથી ગંગાઘાટ ઝગમગી ઊઠશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કાશી પહોંચી રહ્યા છે. બપોરે બાદ આવી રહેલા વડા પ્રધાન અહીં સાત કલાક રોકાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના લોકસભા મત વિસ્તાર વારાણસીની મુલાકાત લેશે અને આ દરમિયાન તે દેવ દીપાવલીમાં ઉત્સવમાં ભાગ લેશે. રાજ્યનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ PM મોદીનાં તમામ કાર્યક્રમોમાં તેમની સાથે રહેશે. રવિવારે રાજ્ય સરકારે જારી […]

India

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કાશી પહોંચી રહ્યા છે. બપોરે બાદ આવી રહેલા વડા પ્રધાન અહીં સાત કલાક રોકાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના લોકસભા મત વિસ્તાર વારાણસીની મુલાકાત લેશે અને આ દરમિયાન તે દેવ દીપાવલીમાં ઉત્સવમાં ભાગ લેશે. રાજ્યનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ PM મોદીનાં તમામ કાર્યક્રમોમાં તેમની સાથે રહેશે. રવિવારે રાજ્ય સરકારે જારી કરેલા નિવેદનમાં વડા પ્રધાનનાં કાર્યક્રમ વિશેની માહિતી આપવામાં આવી છે.

કોરોના સમયગાળા પછી વારાણસીમાં વડા પ્રધાનની આ પહેલી અને 23 મી કુલ મુલાકાત છે. જો કે લોકડાઉન દરમિયાન તેઓ તેમના મત વિસ્તારનાં લોકો સાથે વીડિયો કોન્ફરન્સિંગ અને ટેલિફોન દ્વારા જોડાયેલા રહ્યા હતા. 9 નવેમ્બરનાં રોજ તેમણે 620 કરોડનાં 33 પ્રોજેક્ટ્સ પણ કાશીને સોંપ્યા હતા. હવે આજે પહોંચીને વડા પ્રધાન રાષ્ટ્રીય હાઇવે ઓથોરિટીનાં રાજાતાલાબ-હાંડિયા સિક્સલેન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન રાજાતાલાબ નજીક ખજુરી ખાતે કરશે. તેઓ અહીં ભાજપનાં 5000 કાર્યકરોનાં મેળાવડાને પણ સંબોધન કરશે.

પ્રોટોકોલ મુજબ, તેઓ બપોરે 2.10 વાગ્યે તેમના વિમાન દ્વારા બાબતપુર એરપોર્ટ પહોંચશે. અહીંથી સેનાનાં હેલિકોપ્ટરથી ખજુરી ખાતે ઉતરશે. લગભગ નવ મહિના પછી આવતા સાંસદ અને વડા પ્રધાનનાં સ્વાગતને લઈને કાશીવાસી ઉત્સાહિત છે. શહેરથી ગામ સુધીનાં આંતરછેદ, રસ્તાઓ અને ઇમારતોને ભગવા ધ્વજથી સજાવી દોવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની યોજનાઓનાં હોર્ડિંગ્સ અને બેનરો અને વડા પ્રધાનની ઉપલબ્ધિઓ પણ બધે જ જોવા મળી રહી છે. તે રાત્રે 8.50 વાગ્યે દિલ્હી જવા માટે રવાના થશે.