Not Set/ રાહુલ ગાંધીનાં ડંડા મારવાવાળા નિવેદન પર PM મોદીનો જવાબ, પીઠ મજબૂત કરી દઇશ

લોકસભામાં વડાપ્રધાન મોદીએ જેવુ પોતાનુ ભાષણ શરૂ કર્યુ કે વિપક્ષી પાર્ટીઓએ નારેબાજી શરૂ કરી દીધી હતી. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ પોતાનું ભાષણ શરૂ કરતા કહ્યુ કે, રાષ્ટ્રપતિનું સંબોધન દેશનાં લોકોનાં હૃદયમાં આત્મવિશ્વાસ પેદા કરવા જઈ રહ્યું છે. ગૃહનાં સભ્યોએ ખૂબ જ સારી રીતે તેમના મંતવ્યો આપ્યા છે. દરેક વ્યક્તિએ ચર્ચાને સમૃધ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે. […]

Top Stories India

લોકસભામાં વડાપ્રધાન મોદીએ જેવુ પોતાનુ ભાષણ શરૂ કર્યુ કે વિપક્ષી પાર્ટીઓએ નારેબાજી શરૂ કરી દીધી હતી. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ પોતાનું ભાષણ શરૂ કરતા કહ્યુ કે, રાષ્ટ્રપતિનું સંબોધન દેશનાં લોકોનાં હૃદયમાં આત્મવિશ્વાસ પેદા કરવા જઈ રહ્યું છે. ગૃહનાં સભ્યોએ ખૂબ જ સારી રીતે તેમના મંતવ્યો આપ્યા છે. દરેક વ્યક્તિએ ચર્ચાને સમૃધ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે. સૌગત રાય, રામ ગોપાલ યાદવ, પિનાકી મિશ્રા, અખિલેશ યાદવ, અસદુદ્દીન ઓવૈસી જેવા નેતાઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા. ઘણા લોકોએ કહ્યું કે સરકાર શું ઉતાવળમાં છે જેમને હુ કહેવા માંગુ છુ કે, “જો અમે તમારી જેમ જ ચાલીએ, તો આર્ટિકલ 370 આ દેશમાંથી દૂર થયુ ન હોત.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સંસદમાં રાહુલ ગાંધીનાં નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલે બુધવારે એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, 6 મહિના પછી દેશનાં યુવાનો પીએમ મોદીને ડંડાથી મારશે. પીએમએ કહ્યું કે, મેં પણ સૂર્ય નમસ્કારની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે. જેથી મારી પીઠને માર ખાવાની સહનશક્તિ વધી શકે. પીએમએ કહ્યું કે છેલ્લા 20 વર્ષથી, અપશબ્દો સાંભળવાની ટેવ છે. રાહુલ પર તંજ કસતા કહ્યું કે, તેઓ 35 મિનિટથી બોલી રહ્યો છુ પરંતુ હવે જઇને કરંટ લાગ્યો છે.

જો અમે પણ તમારી જેમ ચાલતા તો, મુસ્લિમ બહેનોને ત્રીપલ તલાકની તલવાર આજે પણ ડરાવતી જ રહેતી, સગીરની સાથે દુષ્કર્મ મામલામાં ફાંસીની સજાનો કાયદો ન બનતો, રામ જન્મ ભૂમી આજે પણ વિવાદમાં રહેતી, કરતારપુર કોરિડોર ક્યારે નહી બનતો, ભારત-બાંગ્લાદેશ વિવાદ ક્યારે સુધરતો નહી. દેશ પડકારોનો સામનો કરવા માટે દરેક ક્ષણે પ્રયાસ કરે છે, કેટલીકવાર પડકારોને ન જોવાની ટેવ દેશે જોઇ છે, પરંતુ આજે દુનિયા ભારત પાસેથી જે અપેક્ષા રાખે છે, આપણે પડકારોને પડકારોની જેમ નહી લઈએ. જો આપણે આગળ વધવાની ગતિ ન વધારી હોત તો દેશને લાંબા સમય સુધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકતો. જો કોંગ્રેસનાં રસ્તે ચાલતા, તો 50 વર્ષ પછી પણ દેશને દુશ્મન સંપત્તિ કાયદાની રાહ જોવી પડતી, 35 વર્ષ પછી પણ, આગામી પેઢીનાં ફાઇટર એરક્રાફ્ટની રાહ જોવી પડતી, બેનામી સંપત્તિ કાયદો લાગુ ન થતો, ચીફ ઓફ ડિફેન્સની નિમણૂંક નથઇ હોત.

વડા પ્રધાન લોકસભામાં પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે. વડા પ્રધાન લોકસભામાં આવ્યા ત્યારે શાસક પક્ષનાં સાંસદોએ જયશ્રીરામનાં નારા લગાવ્યા હતા. જેના જવાબમાં વિપક્ષનાં સાંસદોએ મહાત્મા ગાંધીની જયનાં નારા લગાવ્યા હતા. આ પછી કોંગ્રેસનાં નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, આ ટ્રેલર છે. જેના પર પીએમએ કહ્યું કે, ગાંધી તમારા માટે ટ્રેલર બની શકે છે, અમારા માટે તો  જીવન છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, નોર્થ ઇસ્ટમાં છેલ્લા પાંચ વર્ષમાં જે દિલ્હી તમને ખૂબ દૂર લાગી રહી હતી, આજે તે દિલ્હી તેમના દરવાજે ઉભી છે. વડા પ્રધાને કહ્યું, વીજળીની વાત હોય, રેલ્વેની વાત હોય, એરપોર્ટની વાત હોય, મોબાઇલ કનેક્ટિવિટીની વાત હોય અમે આ બધુ જ કરવાનો પ્રયાસ કર્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બુધવારે અહી સ્વામી વિવેકાનંદનાં ખભા પર બંદૂક ચલાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે, જે કોઈ પણ તેમને જે રીતે સમજે છે તેવુ જ નિવેદન આપે છે. આ પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે, આ વર્ષે બોડો કરારમાં તમામ શસ્ત્ર જૂથો એક સાથે આવ્યા છે. સૌથી અગત્યની વાત એ છે કે આ લખ્યું છે કે આ પછી બોડોની કોઇ માંગ બાકી રહેતી નથી. આજે એક નવી સવાર થઇ છે, એક નવો પ્રકાશ થયો છે અને આ નવો પ્રકાશ તમે તમારા ચશ્મા બદલો ત્યારે દેખાશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

https://youtu.be/aVKd2cFvyOs

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.