Not Set/ કાશી : વડાપ્રધાન મોદીના ઉદ્ધાટન પહેલા બની દુર્ઘટના, ગટરની સફાઈ દરમ્યાન ૨ મજૂરના મોત

કાશી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ માટે કાશીમાં પ્રવાસ પર આવી રહ્યા છે. પીએમ મોદી દેશની સૌથી પ્રાચીન નગરી કહેવાતા કાશીમાં અંદાજે ૨૪૧૩ કરોડ રૂપિયાની અલગ અલગ પરિયોજનાઓની શરૂઆત કરાવશે. સાથે સાથે તેઓ ૧૨ કિમી લાંબો રોડ-શો પણ કરવાના છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાત પહેલા એક દુર્ઘટના થઇ છે. વારાણસીમાં ચૌકાઘાટ પમ્પીંગ સ્ટેશન પર ઉદ્ધાટનના ૪૮ કલાક […]

Top Stories India Trending

કાશી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ માટે કાશીમાં પ્રવાસ પર આવી રહ્યા છે. પીએમ મોદી દેશની સૌથી પ્રાચીન નગરી કહેવાતા કાશીમાં અંદાજે ૨૪૧૩ કરોડ રૂપિયાની અલગ અલગ પરિયોજનાઓની શરૂઆત કરાવશે. સાથે સાથે તેઓ ૧૨ કિમી લાંબો રોડ-શો પણ કરવાના છે.

વડાપ્રધાન મોદીની આ મુલાકાત પહેલા એક દુર્ઘટના થઇ છે. વારાણસીમાં ચૌકાઘાટ પમ્પીંગ સ્ટેશન પર ઉદ્ધાટનના ૪૮ કલાક પહેલા જ ગટરના મેન હોલમાં દમ ઘુટવાને લીધે ૨ મજૂરની મોત થઇ છે.

સોમવારે પીએમ એસટીપીનું લોકાર્પણ કરવાના છે. શહેરમાં કુલ મળીને ૩ પમ્પીંગ સ્ટેશન ૩૪ કરોડ રૂપિયામાં તૈયાર થયા છે.

ઉદ્ઘાટનને લઈને શનિવારે એક મેન હોલમાં સાફ સફાઈ દરમ્યાન આ દુર્ઘટના બની છે. બે મજૂર ગટરની સાફ-સફાઈ કરી રહ્યા હતા  તે  દરમ્યાન ઝેરી ગેસને કારણે શ્વાસ રૂંધી જવાને લીધે મૃત્યુ થયું છે.

આ બન્ને મૃતક કાકા-ભત્રીજો હતા જેઓ બિહારના કૈમૂર જિલ્લના રહેવાસી હતા. એનડીઆરએફની ટીમની મદદથી આ બને મૃતકની બોડીને બહાર લાવવામાં આવી હતી.

ચેતગંજ પોલીસ સ્ટેશને આ મામલે જળ નિગમના એન્જિનયર અને કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે કોઈ પણ સેફટી સાધનો સિવાય આ બને મજૂરને ગટર સાફ કરવા માટે મેન હોલમાં ઉતારવામાં આવ્યા હતા.