Not Set/ મોદી સરકાર ચૂંટણી પહેલા ખેડૂતો આપી મોટી ભેટ, કૃષિ લોનનું વ્યાજ કરશે માફ

નવી દિલ્હી: દેશભરમાં પ્રવર્તમાન સમયમાં ખેડૂતોને દેવામાફીની વ્યાપક પ્રમાણ ચર્ચાઓ ચાલી રહી છે જેના કારણે એવા સવાલો પણ ઉભા થઇ રહ્યાં છે કે તે ખેડૂતોનું શું? કે જે સમય પર લોનના પૈસા ભરે છે? આવા સંજોગોમાં હવે મોદી સરકાર દ્વારા લોકસભા ચૂંટણી અગાઉ દેશના ખેડૂતોને સૌથી મોટી ભેટ આપવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા […]

Top Stories India Trending Politics

નવી દિલ્હી: દેશભરમાં પ્રવર્તમાન સમયમાં ખેડૂતોને દેવામાફીની વ્યાપક પ્રમાણ ચર્ચાઓ ચાલી રહી છે જેના કારણે એવા સવાલો પણ ઉભા થઇ રહ્યાં છે કે તે ખેડૂતોનું શું? કે જે સમય પર લોનના પૈસા ભરે છે? આવા સંજોગોમાં હવે મોદી સરકાર દ્વારા લોકસભા ચૂંટણી અગાઉ દેશના ખેડૂતોને સૌથી મોટી ભેટ આપવામાં આવી શકે છે.

કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ ઇમાનદાર ખેડૂતોની કૃષિ લોનનું વ્યાજ માફ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે, જે સમય પર પોતાની લોન ભરે છે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયના કારણે સરકાર પર વર્ષના 15 હજાર કરોડ રૂપિયાથી વધારેનો ભાર પડશે. એટલું જ નહીં ખાદ્ય પાક માટે થતી વીમા પોલિસી પર પ્રીમિયમથી સંપૂર્ણ રીતે છૂટ આપવાનો પણ પ્રસ્તાવ છે. ખાસ કરીને બાગાયતી પાક પર પ્રીમિયમ પણ ઘટાડવામાં આવી શકે છે.

હાલમાં ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીનું દેવું 7 ટકાના વાર્ષિક વ્યાજ પર મળે છે. જે પણ ખેડૂતો આ લોનને સમય પર ભરે છે તેમને ત્રણ ટકાની સબસીડી મળે છે. આ રીતે ખેડૂતો પર માત્ર 4 ટકા વ્યાજનો ભાર પડે છે. પરંતુ જો કોઇ ખેડૂત વર્ષના ત્રણ લાખ રૂપિયાની લોન લઇને સમય પર તેને ભરે છે તો તેને લગભગ 12 હજાર રૂપિયાની બચત થશે.