મોટી ભૂલ / કાબુલ ડ્રોન હુમલામાં 10 નિર્દોષ લોકો માર્યા ગયા હતા, અમેરિકાએ માંગી માફી

યુએસ સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ કહ્યું કે કાબુલમાં 29 ડ્રોન હુમલામાં 10 નાગરિકો માર્યા ગયા હતા તે એક દુ: ખદ ભૂલ હતી

ગયા મહિને કાબુલ એરપોર્ટ પર મોટો વિસ્ફોટ થયો હતો,  આ આતંકવાદી હુમલામાં નાગરિકો સાથે 12થી વધુ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા.બાદમાં અમેરિકાએ બદલો લીધો અને કાબુલમાં ડ્રોનથી આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ડ્રોન હુમલામાં 10 લોકો માર્યા ગયા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું પરંતુ હવે અમેરિકાએ સ્વીકાર્યું છે કે કાબુલ ડ્રોન હુમલામાં 10 નિર્દોષ લોકો માર્યા ગયા હતા.

યુએસ સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ કહ્યું કે કાબુલમાં 29 ઓગસ્ટના ડ્રોન હુમલામાં 10 નાગરિકો માર્યા ગયા હતા તે એક દુ: ખદ ભૂલ હતી, પીડિતોના પરિવારો પ્રત્યેની અમારી સંવેદના  છે.અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઈડ જે ઓસ્ટિને પણ 29 ઓગસ્ટના રોજ કાબુલમાં ડ્રોન હુમલામાં 10 અફઘાન નાગરિકોના મોત માટે માફી માંગી હતી.

ન્યૂયોર્ક ટાઈમ્સે તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે જે ડ્રોન હુમલામાં અમેરિકી સૈન્યએ કારના ડ્રાઈવર જેમારી અહમદી (46) સહિત દસ લોકોને ઉડાવી દીધા તેમાં બોમ્બ નહોતો. તપાસમાં જાણવા મળ્યું કે હુમલાના દિવસે જેમારી કામ કરનાર લોકોને લઇ જઇ રહ્યો હતો. સેના કારમાં બોમ્બ લોડ કરવાની વાત કરી રહી હતી, જ્યારે તે પાણીના ડબ્બા હતા જે અહમદીએ કારમાં રાખ્યા હતાં.઼

પેન્ટાગોનમાં જનરલ કેનેથ મેકેન્ઝીએ કહ્યું કે તે એક ભૂલ હતી, અને હું દિલથી માફી માંગુ છું. યુએસ સંરક્ષણ વિભાગના યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે યુએસ હુમલામાં એક નિર્દોષ સહાય કાર્યકર અને તેના બાળકો સહિત સાત બાળકો માર્યા ગયા હતા. આ હુમલાને શરૂઆતમાં “વાજબી” ગણાવવામાં આવ્યો હતો. આ હુમલામાં માર્યા ગયેલા સૌથી નાના બાળક સુમૈયાની ઉંમર માત્ર બે વર્ષની હતી. તપાસમાં જણાવવામાં આવ્યું હતું કે સુરક્ષા દળોએ કારમાં જે વસ્તુઓ જોઈ હતી તે વિસ્ફોટક નહીં પરંતુ પાણીના કન્ટેનર હતા.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment