Not Set/ રાજ્યમાં 100 નવી ખુલશે અંગ્રેજી મીડિયમની શાળાઓ

છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાના મહામારીના કારણે સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલોમાં અભ્યાસ કરતાં ઘણાં વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલોમાં એડમિશન લીધું છે

Gujarat Others

છેલ્લા થોડા મહિનાઓમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અંગ્રેજી માધ્યમ સ્કૂલો શરૂ કરવાનો પ્રસ્તાવ આવ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને હવે ગુજરાતનું શિક્ષણ વિભાગ 100 ઈંગ્લિશ મીડિયમ સ્કૂલો શરૂ કરવાનું લક્ષ્ય સેવી રહી છે.

કદાચ પહેલીવાર એવું બનશે જ્યારે સરકાર સંચાલિત સ્કૂલો અંગેનો લોકોનો અભિગમ બદલવા માટે મોટું કદમ ઉઠાવશે. રાજ્યમાં 33,000 સ્કૂલો સરકાર સંચાલિત છે અને તેમાંથી 98 ટકા શાળાઓ ગુજરાતી મીડિયમની છે. શહેરોમાં ઘણી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલો કોર્પોરેશન સંચાલિત છે. રાજ્યની 106 સરકારી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલોમાંથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મહાનગરપાલિકાઓ 56 સ્કૂલો ચલાવે છે.

આ પણ વાંચો ;Political / UP માં ચૂંટણીની તૈયારીઓ શરૂ? યોગી સરકાર આપી 28 લાખ કર્મચારીઓને Gift

સરકાર આ નવી શાળાઓ જિલ્લા અથવા તાલુકા સ્તરે હાલની સુવિધાઓનો ઉપયોગ કરીને અને કરાર આધારિત નવી શિક્ષણ ભરતી ગોઠવીને શરૂ કરવામાં આવશે. અંગ્રેજી માધ્યમની શાળાઓ માટેનું સૌથી પસંદગી પૂર્ણ સ્થળ અરવલ્લી જિલ્લો છે, જ્યાં આવી 12 શાળાઓ માટે અરજી કરવામાં આવી છે, ત્યારબાદ મહેસાણા છે, જ્યાં સાત શાળાઓ માટે અરજી કરવામાં આવી છે. જ્યારે ડાંગમાં છ અંગ્રેજી માધ્યમની શાળાઓ અંગે અરજી કરવામાં આવી છે. અમદાવાદ અને સુરતમાં ત્રણ-ત્રણ શાળાઓ સૂચવવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે રાજ્ય સરકાર સંચાલિત અંગ્રેજી માધ્યમની 106 શાળાઓમાંથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ નાગરિક સંસ્થાઓ દ્વારા 56 શાળાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

અંગ્રેજી માધ્યમ સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવા પાછળના મુખ્ય કારણો પૈકીનું એક છે કે, છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાના મહામારીના કારણે સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલોમાં અભ્યાસ કરતાં ઘણાં વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલોમાં એડમિશન લીધું છે. આમાંથી ઘણાં વિદ્યાર્થીઓ પહેલા અંગ્રેજી માધ્યમમાં ભણતા હતા અને હવે તેમને ગુજરાતી મીડિયમમાં ટ્રાન્સફર થવું પડ્યું છે.

આ પણ વાંચો:વાલીઓ સાવધાન! / સુરતમાં ગટરમાં ફટાકડા ફોડવા બાળકોને પડ્યું ભારે, જુઓ આ ભયંકર વીડિયો