ગમખ્વાર અકસ્માત/ હૈદરાબાદ-બેંગલુરુ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે 6 લોકોનાં મોત

શુક્રવારે વહેલી સવારે હૈદરાબાદ-બેંગલુરુ હાઈવે પર આ અકસ્માત થયો હતો. ઓટોમાં મોટાભાગની મહિલાઓ હતી. આ તમામ લોકો ખેતરમાં કામ કરવા નીકળ્યા હતા

Top Stories India

શુક્રવારે વહેલી સવારે હૈદરાબાદ-બેંગલુરુ હાઈવે પર આ અકસ્માત થયો હતો. ઓટોમાં મોટાભાગની મહિલાઓ હતી. આ તમામ લોકો ખેતરમાં કામ કરવા નીકળ્યા હતા, પરંતુ પમીડી મંડળ પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે.

આંધ્ર પ્રદેશમાં હૈદરાબાદ-બેંગલુરુ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે . પમીડી મંડલમાં શુક્રવારે વહેલી સવારે એક બેકાબૂ ટ્રકે એક ઓટોને ટક્કર મારતાં ઘટનાસ્થળે જ છ લોકોનાં મોત થયાં હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર, એક ઓટોમાં મહિલા ખેતમજૂરો અનંતપુરમાં ખેતરોમાં કામ કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવતી ટ્રકે ઓટોને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે.ટ્રક ડ્રાઇવરે ગફલતભરી  રીતે ગાડી ફુલ સ્પીડમાં હંકારતા ઓટોને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો,છ લોકોના ઘટનાસ્થળે મોત નિપજયાં છે આ અકસ્મા થતાં આજુબાજુના લોકો બચાવ કામગીરીમાં લાગી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને સત્વરે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા હતાં. આ અકસ્માતમાં  બાદ ટ્રક ડ્રાઇવર સ્થળ પરથી ફરાર થઈ ગયાે છે. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.