આગ/ અંકલેશ્વર યુપીએલ 1 કંપનીમાં લાગી આગ : પાંચ કર્મચારીઓ ઈજાગ્રસ્ત

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ 1માં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી છે. ઘટનાનાં પગલે કંપની ઉપરાંત જીઆઈડીસીના ફાયર ફાઈટર મદદે બોલાવાયા છે.

Top Stories Gujarat Others
આગ

અંકલેશ્વરના યુપીએલ 1 કંપનીમાં આગ લાગતાં પાંચ કર્મચારીઓને ઈજા પહોચી છે. કંપનીમાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. આગની ઘટનામાં 5  જેટલા કામદારો દાઝી જતા  સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે હજી સુધી અન્ય કોઈ જાનહાની થઇ નથી. પાંચથી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોચ્યા હતા અને કાબા ઉપર કાબુ મેળવવા કવાયત હાથ ધારી હતી.

મળતી વિગત અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ 1માં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી છે. ઘટનાનાં પગલે કંપની ઉપરાંત જીઆઈડીસીના ફાયર ફાઈટર મદદે બોલાવાયા છે. પ્રાથમિક તબક્કે આગ ક્યાં કારણોસર લાગી તેની કોઈ માહિતી હજુ સુધી જાણી શકાઈ નથી. સવારે સાડાસાત વાગ્યાના અરસામાં અચાનક UPL કંપનીમાં ઇમરજન્સી સાયરનો ગુંજવા લાગી હતી અને ઝડપથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગની લપેટમાં 5 કમર્ચારીઓ આવી ગયા અને દાઝી ગયા હતા. તે કર્મચારીઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : પંજાબના ગુરદાસપુરમાં આતંકવાદીઓએ પોલીસને ટાર્ગેટ કરી ગોળીઓ ચલાવી