દુર્ઘટના/ દિલ્હીનાં ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ, 250 દુકાનો બળીને ખાખ

દિલ્હીમાં ફરી એકવાર અગ્નિનું તાંડવ જોવા મળ્યુ છે. અહીં શાસ્ત્રી પાર્ક વિસ્તારનાં ફર્નિચર માર્કેટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગને કારણે 250 થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે.

Top Stories India

દિલ્હીમાં ફરી એકવાર અગ્નિનું તાંડવ જોવા મળ્યુ છે. અહીં શાસ્ત્રી પાર્ક વિસ્તારનાં ફર્નિચર માર્કેટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગને કારણે 250 થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. જ્યારે આગમાં ફસાયેલા 8 લોકોને સમયસર બહાર કાઠવામાં આવ્યા છે. આગ મોડી રાત્રે 12.45 વાગ્યે શરૂ થઈ હતી.

બદલાશે ઠેકાણું / મુખ્તાર અંસારીની સોપારી લેનાર લંબુ શર્મા બક્સર જેલમાંથી થશે શિફ્ટ, અન્ય 15 કેદીઓનું પણ બદલાશે ઠેકાણું

આગની જાણ થતા જ ફાયર વિભાગની 32 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગને કાબૂમાં લેવા ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી પડી હતી. ફાયર વિભાગનાં અધિકારીએ જણાવ્યું હતું કે, સવારે 3 વાગ્યાની આસપાસ આગને કાબૂમાં લેવામાં આવી હતી. દિલ્હી ફાયર સર્વિસમાં આસિસ્ટન્ટ ડિવિઝનલ ઓફિસ રાજેશ શુક્લાનાં જણાવ્યા અનુસાર, ‘શાસ્ત્રી પાર્કમાં ફર્નિચર માર્કેટમાં આગ લાગી હતી. ફાયરની 32 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાની શરૂઆત કરી હતી. આઠ લોકોને બહાર કાઠવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીર / શોપિયાંમાં સુરક્ષાદળોને મળી સફળતા, ત્રણ આતંકવાદીઓને માર્યા ઠાર

આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં આગની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્રણ દિવસ પહેલા દિલ્હીનાં દિલશાદ ગાર્ડન ઔદ્યોગિક વિસ્તારમાં આગ લાગી હતી. સવારે ચાર માળની બિલ્ડિંગમાં આવેલી એક સ્ટેશનેરીનાં વેરહાઉસમાં આગ લાગી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ કેટલી ભયાનક હતી તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે આ આગને કાબૂમાં લેવા 15 ફાયર બ્રિગેડની ગાડીઓને સ્થળ પર મોકલવામાં આવી હતી. દિલ્હી ફાયર સર્વિસનાં ડિરેક્ટર અતુલ ગર્ગે કહ્યું હતું કે આગ સ્ટેશનરી વેરહાઉસમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ