જનતાની સેવા કરવા માટે નિમાયેલા સરકારી બાબુઓ જ્યારે જનતા માટે નહી પણ પોતાના માટે કામ કરે તેનુ પરિણામ અંતે તેમના માટે ખરાબ જ આવતુ હોય છે. તાજુ ઉદાહરણ હાલમાં સામે આવ્યુ છે, જ્યા એક મામલતદાર રૂપિયા 25 લાખની લાંચ કેસમાં પકડી લેવામાં આવેલ છે.
આપને જણાવી દઇએ કે, લાંચ મામલે ગુજરાત લાંચ રુશ્વત વિરોધ બ્યૂરો તરફથી એક બાદ એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં આણંદના એક ASIને 50 લાખની લાંચ લેતા પકડી લેવામાં આવ્યા હતા. હવે આ કડીમાં ACB તરફથી ફરી મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને એક મામલતદારને રૂપિયા 25 લાખના લાંચ કેસમાં પકડી લેવામાં આવ્યો છે. ધોળકાના મામલતદાર હાર્દિક ડામોરની ઓફિસમાંથી રૂપિયા 20 લાખ કબજે કરવામાં આવ્યા છે. આ કેસમાં વચેટીયા પાસેથી પણ પાંચ લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ધોળકાના મામલતદાર હાર્દિક ડામોર અને અન્ય આરોપી જગદીશ પરમાર દ્વારા ફરિયાદી પાસેથી રૂપિયા 75 લાખની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદીની ધોલેરા હાઈવે પાસે રૂપગઢમાં જમીન આવેલી છે. આ જમીન સંપાદન થવાની હતી પરંતુ ફરિયાદીના દાદા અને પિતા ખેડૂત હતા પરંતુ તેમનું નામ ખેડૂતમાંથી નીકળી ગયું હોવાથી તેમણે ખેડૂત બનવા અરજી કરી હતી.
આ અંગેની કાર્યવાહી ચાલી રહી હતી. આ પ્રક્રિયા માટે મામલતદાર તરફથી 75 લાખની લાંચ માંગવામાં આવી હતી. અંતે આ માટે કુલ 25 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે ફરિયાદીએ 20 લાખ રૂપિયા હાર્દિક ડામોરની ઓફિસમાં મૂકી દીધા હતા તેમજ પાંચ લાખ રૂપિયા જગદીશ પરમારને આપ્યા હતા. એવી પણ માહિતી મળી છે કે આરોપી જગદીશ પરમાર બે વખત નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. આ કેસમાં તમામ વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
