દર્દનાક અકસ્માત/ મહીસાગરમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

મહિસાગરના બાલાસિનોર બસ સ્ટેશન પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માતમાં સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા છે.

Top Stories Gujarat Others
અકસ્માત
  • મહીસાગરઃ ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત
  • બાઇક પર સવાર ત્રણના ઘટના સ્થળે મોત
  • બાલાસિનોર બસ સ્ટેશના પાસે બની ઘટના
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથધરી તપાસ

ગુજરાતમાં સતત રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. રોજબરોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતમાં કોઇકના મોત થયાના સમાચાર સામે આવતા જ રહે છે. ત્યારે આવામાં વધુ એક રોડ અકસ્માતની ઘટના મહીસાગરમાંથી સામે આવી છે. આ અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર,મહિસાગરના બાલાસિનોર બસ સ્ટેશન પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માતમાં સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માતમાં બાઇક પર સવાર એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. બાઇક પર સવાર પતિ, પત્ની અને બાળકનું મૃત્યુ થયું છે.

આ ગંભીર અકસ્માતને પગલે રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાઇ ગયો હતો. જે બાદ સ્થાનિકો દ્વારા આ ઘટનાની જાન પોલીસને કરવામાં આવી હતી જે બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ બાલાસિનોર પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:કુનો નેશનલ પાર્કમાં ચિત્તાએ પીએમ મોદી સામે મળાવી આંખ, લાગ્યું કે જાણે પૂછી રહ્યો છે કે- આ અમને ક્યાં લઇ આવ્યા?

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક, TRS નેતાએ કાફલાની આગળ પાર્ક કરી કાર

આ પણ વાંચો: માથા પર ટોપી, હાથમાં કેમેરો, પીએમ મોદી ચિત્તાઓને ઘરમાં છોડીને વાઇલ્ડ ફોટોગ્રાફીમાં મશગૂલ