Crime/ પહેલા દુષ્કર્મ, બાદમાં ગર્ભપાતની આપી ગોળી, રસ્તા વચ્ચે જ કિશોરીને ફેંકી દીધી

યુપી, કાનપુરમાં ગ્વાલટોલીની એક કિશોરી પર તેના સંબંધીઓએ બળાત્કાર ગુજાર્યો હતો અને ઉન્નાવના એક નર્સિંગ હોમમાંથી ગર્ભપાતની દવા આપી હતી. તબિયત લથડતાં તેને રસ્તાની વચ્ચે જ છોડી દીધી હતી. રસ્તા પરથી પસાર થતા લોકોએ પીડિતાની હાલત જોઇને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે એફઆઈઆર નોંધીને તેની ધરપકડ કરી છે. કર્નલગંજ સીઓ ત્રિપુરારી પાંડેએ જણાવ્યું […]

India

યુપી, કાનપુરમાં ગ્વાલટોલીની એક કિશોરી પર તેના સંબંધીઓએ બળાત્કાર ગુજાર્યો હતો અને ઉન્નાવના એક નર્સિંગ હોમમાંથી ગર્ભપાતની દવા આપી હતી. તબિયત લથડતાં તેને રસ્તાની વચ્ચે જ છોડી દીધી હતી. રસ્તા પરથી પસાર થતા લોકોએ પીડિતાની હાલત જોઇને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Up: Gang-misdeed Of Teenager In Ghatampur, Kanpur, Hospitalized, Three  Arrested - यूपी: कानपुर के घाटमपुर में किशोरी को अगवा कर सामूहिक दुष्कर्म,  अस्पताल में भर्ती, तीन ...

પોલીસે એફઆઈઆર નોંધીને તેની ધરપકડ કરી છે. કર્નલગંજ સીઓ ત્રિપુરારી પાંડેએ જણાવ્યું હતું કે ગ્વાલટોલીમાં રહેતી કિશોરીના ભાઇનું સાસરીયુ ઉન્નવના અચલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે. ભાઇના સાળાએ કિશોરી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ગર્ભવતી હોવા પર, જ્યારે તેણે ફરિયાદ કરવાનું કહ્યું, ત્યારે તે શુક્રવારે કિશોરીને ઉન્નાવના સ્થિત એક નર્સિંગ હોમમાં લઈ ગયા.

ત્યા તેને દવા આપવામાં આવી. બાદમાં પીડિતાને બાઇક પર લઇ જઇને ગ્વાલટોલી છોડવા માટે નિકળ્યા, તે દરમિયાન અચાનક જ કિશોરીની તબિયત બગડી હતી. આ સમય દરમિયાન આરોપીએ વિચાર્યુ કે અહીંયા જ તેને છોડી દઇએ, અને વધુ તબિયત લથડતા આરોપીઓ કિશોરીને છોડીને ફરાર થઇ ગયા.

Woman Doctors Sexual Harassment Online Consultation Websites Patients | TV9  Bharatvarsh

એક તરફ કિશોરીની હાલત એટલી ગંભીર હતી કે તે રસ્તા પર જ બેભાન થઇ ગઇ હતી, રસ્તા પર નીકળતા લોકોએ પીડિતાની હાલત જોઇને તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી, સીઓએ જણાવ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર, પોક્સો એક્ટ, ગર્ભપાત અને અન્ય કલમોમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આરોપીને જેલમાં મોકલવામાં આવશે.