ગુજરાત/ પોલીસે જાહેર કરેલા પેપર લીક કૌભાંડના આરોપી આ ગામમાંથી લડી રહ્યા છે સરપંચની ચૂંટણી

પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં માધ્યમિક શાળા સંઘના પ્રમુખ મહેન્દ્ર પટેલનું પણ નામ સામેલ છે.  જેઓ સાબરકાંઠા જિલ્લાના એક ગામમાંથી ગ્રામ પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે. 

Top Stories Gujarat Others
ગ્રામ પંચાયતની પોલીસે જાહેર કરેલા પેપર લીક કૌભાંડના આરોપી આ મહેન્દ્ર પટેલ

સાબરકાંઠામાં પેપર લીક કૌભાંડ મામલો ગરમાયો છે. ત્યારે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે જાહેર કરેલા નામમાં એક આરોપી ગ્રામ પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે.  પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં માધ્યમિક શાળા સંઘના પ્રમુખ મહેન્દ્ર પટેલનું પણ નામ સામેલ છે.  જેઓ સાબરકાંઠા જિલ્લાના એક ગામમાંથી ગ્રામ પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મહેન્દ્ર એસ.પટેલ  ગ્રામ પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે. પેપર લીક કૌભાંડના આરોપી મહેન્દ્ર પટેલ પ્રાંતિજ તાલુકાના પોંગલું ગામેથી ચૂંટણી લડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે,  પોલીસે દાખલ કરેલી ફરિયાદમાં મહેન્દ્ર પટેલનું આરોપી તરીકે નામ સામેલ છે. પ્રાંતિજના પોગલું ગામેથી તેઓ ચૂંટણી લડી રહ્યાં છે. સરપંચના ઉમેદવાર તરીકે પોગલું ગ્રામ પંચાયતમાં બેનર પણ લાગ્યાં છે. આથી હવે પેપર લીક કૌભાંડ મામલો વધુ ગરમાશે તે નક્કી.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી પેપર લીક કૌભાંડ મામલો રાજ્યમાં ચર્ચાસ્પદ વિષય રહ્યો છે. આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા LCB દ્વારા પેપર લીક કૌભાંડમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓની શોધ ચાલી રહી છે. ઝડપાયેલા આરોપીઓને લઈને પોલીસ હિંમતનગર સિવિલ ખાતે પહોંચી છે. આ લોકોનો પહેલાં સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાશે. પોલીસે ઉપરોક્ત 6 આરોપીઓ વિરૂદ્ધ IPC 406, 420, 409, 120b મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

પકડાયેલા 6 આરોપીઓ 
ધ્રુવ બારોટ, રહે. બેરણા, હિંમતનગર
મહેશ પટેલ, રહે. રાણીપ, અમદાવાદ
ચિંતન પટેલ, રહે. વદરાડ, પ્રાંતિજ
કુલદીપ પટેલ, રહે. કાંણીયોલ, હિંમતનગર
દર્શન વ્યાસ, રહે. હિંમતનગર
સુરેશ પટેલ,રહે. તાજપૂરી કુડોલ, હિમંતનગર

આ કેસમાં પોલીસ કુલ 12 આરોપીઓ વિરુધ્ધ ફરિયદ્દ નોંધી છે. જે આ પ્રમાણે છે. 

જાણો પેપર લીકનાં આરોપીઓનાં નામ

  • જયેશભાઈ ઈશ્વરભાઈ પટેલ , ઉંછા, પ્રાંતિજ
  • જસવંતભાઈ હરગોવનભાઈ પટેલ, ઉંછા, પ્રાંતિજ
  • દેવલ જસવંતભાઈ પટેલ, ઉંછા, પ્રાંતિજ
  • ધ્રુવ ભરતભાઈ બારોટ, વિરાટનગર, હિમતનગર
  • મહેશકુમાર કમલેશભાઈ પટેલ, ન્યુ રાણીપ, અમદાવાદ
  • ચિંતન પ્રવીણભાઈ પટેલ, વદરાડ, પ્રાંતિજ
  • કુલદીપકુમાર નલીનભાઈ પટેલ, કાણીયોલ, હિમતનગર
  • દર્શન કિરીટકુમાર વ્યાસ, રાજ બસેરા બંગ્લોઝ, હિમતનગર
  • સતીશ ઉર્ફે હેપ્પી પટેલ, પાટના કુવા, તલોદ
  • સુરેશ રમણભાઈ પટેલ, તાજપુરી કુંડોલ, હિમતનગર
  • મહેન્દ્રભાઈ એસ.પટેલ, પોગલું, પ્રાંતિજ

યુવરાજ સિંહ ના જણાવ્યા અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના એક ખાનગી ફાર્મ હાઉસમાંથી આ પેપર લીક થયું હતું.  જેમાં 16 વિધાર્થીઓ અને 1 નિરીક્ષક હિંમતનગરના ફાર્મ હાઉસમાં હાજર હતા. ભાવનગર, પ્રાંતિજ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં પરીક્ષા પહેલા પેપર પોહોંચ્યું હતું.  10 ને 36 મિનિટ પરીક્ષા પહેલા પેપર પોહોંચ્યું હતું.

એક ઉમેદવારને કોબાની એક સંસ્થામાંથી ચબરખી મળી હતી. હિંમતનગરમાં પેપર 10 અને 12 લાખમાં આ પેપર વેચાયા હોવાનો દાવો એમણે  કર્યો હતો. જ્યારે અન્ય સ્થળો પર 7 થી 8 લાખ માં વેચાયું હતું.

અમને જાણ થઈ ત્યારે ગૌણ સેવાના સચિવને ટેલિફોનિક જાણ થઈ હતી.  અને ત્યારબાદ રજુઆત કરવામાં આવી પણ કોઈ પગલાં ન ભરતા મીડિયા સમક્ષ રજૂઆત કરી રહ્યા છીએ. તેમને આ મામલે સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગણી પણ કરી હતી.

Covid-19 cases / શાળામાં વકરતો કોરોના, આ જિલ્લામાં ત્રણ વિધાર્થી સહિત એક શિક્ષક થાય કોરોના સંક્રમિત

National / ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને પત્નીનું  આખરી સલામ કહ્યું,- 

Life Management / શિષ્ય સારી મૂર્તિઓ બનાવતો હતો, છતાં ગુરુ તેને ટોકતાં હતા, એક દિવસ શિષ્યને ગુસ્સો આવ્યો અને.. 

ધર્મ / સૂર્યે રાશિ બદલી છે, હવામાન બદલાશે, મોંઘવારી ઘટી શકે છે, સ્વાસ્થ્ય સમસ્યાઓનો અંત આવશે

ધર્મ / POKમાં શરૂ થયું શારદા દેવી મંદિરનું નિર્માણ, આ ધાર્મિક સ્થળનો ઈતિહાસ 5 હજાર વર્ષ જૂનો છે