Not Set/ ભાજપના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, જાણો કોને અપાઇ ટિકિટ

ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારની વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં 7 ઉમેદવારના નામ જાહેર કરાયા છે. ઉત્તરપ્રદેશની લોકસભા બેઠકો માટે આ ઉમેદવાર જાહેર કરાયા છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર રવિ કિશનને યોગી આદિત્યનાથના ગઢ ગોરખપુરથી ટિકિટ આપવામાં આવી છે. જુતા-કાંડમાં સામેલ શરદ ત્રિપાઠીનું પત્તુ કપાયું છે. તેની જગ્યાએ પ્રવીણ […]

Top Stories

ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારની વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં 7 ઉમેદવારના નામ જાહેર કરાયા છે. ઉત્તરપ્રદેશની લોકસભા બેઠકો માટે આ ઉમેદવાર જાહેર કરાયા છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર રવિ કિશનને યોગી આદિત્યનાથના ગઢ ગોરખપુરથી ટિકિટ આપવામાં આવી છે. જુતા-કાંડમાં સામેલ શરદ ત્રિપાઠીનું પત્તુ કપાયું છે. તેની જગ્યાએ પ્રવીણ નિષાદને ટિકિટ અપાઇ છે.

પ્રતાપગઢથી સંગમ લાલ ગુપ્તા, આંબેડકર નગરથી મુકુટ બિહારી, જૌનપુરથી કેપી સિંહ, ભદોહીથી રમેશ બિંદને ટિકિટ અપાઇ છે.

શરદ ત્રિપાઠી સંત કબીરના પ્રવર્તમાન સાંસદ છે. કેટલાક સમય પહેલા જુતા-કાંડમાં તેનું નામ ઉછળ્યું હતું. તેમણે ઉગ્ર બોલાચાલી કરીને ગરમ માહોલમાં સાંસદ રાકેશ બઘેલ પર જુતા ફેંક્યા હતા. હવે સંત કબીરથી શરદ ત્રિપાઠીનું પત્તુ કપાયું છે અને હાલમાં જ ભાજપનો ખેસ ધારણ કરનારા પ્રવીણ નિષાદને ઉમેદવાર જાહેર કરાયા છે. પ્રવીણ, નિષાદ પાર્ટીના સંસ્થાપક સંજય નિષાધના પુત્ર છે.