ADMISSION/ અમદાવાદમાં ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ, ગુજકેટ પરીક્ષા લીધા વગર જ વિધાર્થીઓને પ્રવેશ અપાશે

ખાલી બેઠકો ભરવા માટે વિભાગે સત્વેર નિર્ણય લીધો અને ગુજકેટ પરિક્ષા વગર જ પ્રવેશ આપી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે

Top Stories Gujarat
  • અમદાવાદમાં ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ પ્રક્રિયા
  • ડિગ્રી ઇજનેરીમાં 5100 સરકારી બેઠકો ખાલી
  • હવે ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા જારી કરાઇ
  • ગુજકેટ પરીક્ષા વગરના વિદ્યાર્થીને અપાશે પ્રવેશ
  • સિવિલ,મિકેનિકલ,ઇસી જેવી જૂની બ્રાંચોમાં બેઠક ખાલી
  • 16મી ઓકટો.સુધી ફોર્મ ભરી શકાશે

અમદાવાદમાં ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ઇજનેરી વિધાર્થીઓ માટે ખુશખબર એટલા માટે છે કે ગુજકેટ પરિક્ષા વગર સીધો પ્રવેશ આપી દેવામાં આવશે. ડિગ્રી ઇજનેરીમાં 5100 સરકારી બેઠકો  ખાલી છે, આ ખાલી બેઠકો ભરવા માટે વિભાગે સત્વેર નિર્ણય લીધો અને ગુજકેટ પરિક્ષા વગર જ પ્રવેશ આપી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પ્રવેશની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અને 16 ઓક્ટોબર સુધી જ ફોર્મ ભરી શકાશે. સિવિલ ,મિકેનિકલ ,ઇસી જેમાં બેઠકો ખાલી છે.