કટાક્ષ/ PM મોદીની પુણે મુલાકાત પહેલા શરદ પવારે કહ્યું,અધૂરા કામનું ઉદ્ઘાટન કરવાનું ઈચ્છે છે વડાપ્રધાન

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે કહ્યું કે, થોડા દિવસો પહેલા મેટ્રો અધિકારીઓએ પણ મને આ મેટ્રો કામો વિશે જાણ કરી હતી. મળતી માહિતી મુજબ મેટ્રો લાઇનનું કામ હજુ પૂર્ણ થયું નથી. વડાપ્રધાન મોદી સંભવતઃ માત્ર અર્ધ-સમાપ્ત કામોનું જ ઉદ્ઘાટન કરવા માગે છે.

Top Stories India
sharad pawar

રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બે મેટ્રો લાઇન પુણે અને પિંપરી ચિંચવડના ઉદ્ઘાટન માટે પુણે પહોંચી રહ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે કહ્યું કે, થોડા દિવસો પહેલા મેટ્રો અધિકારીઓએ પણ મને આ મેટ્રો કામો વિશે જાણ કરી હતી. મળતી માહિતી મુજબ મેટ્રો લાઇનનું કામ હજુ પૂર્ણ થયું નથી. વડાપ્રધાન મોદી સંભવતઃ માત્ર અર્ધ-સમાપ્ત કામોનું જ ઉદ્ઘાટન કરવા માગે છે.

આ પણ વાંચો:ફરી બોર્ડર પર શંકાસ્પદ ડ્રોન દેખાયું, BSF જવાનોએ 18 રાઉન્ડ ગોળીઓ છોડી

પિંપરી ચિંચવડથી સ્વારગેટ વચ્ચે બનતી 12 કિમીની મેટ્રોમાંથી માત્ર 7 કિમીનું કામ જ પૂર્ણ થયું છે, પુણે મેટ્રોની 13 કિમી લાઇનમાંથી, વનાજથી કોથરૂડ સુધીની માત્ર 5 કિમીની લાઇન પૂર્ણ થઈ છે.

જાન્યુઆરીમાં શરદ પવારે આ મેટ્રો લાઇનનું નિરીક્ષણ કર્યું હતું

ઉલ્લેખનિય છે કે, જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં શરદ પવારે PCMC-સ્વારગેટ કોરિડોર સંબંધિત મેટ્રો રેલ યોજનાના કામનું નિરીક્ષણ કર્યું હતું. માહિતી આપતાં મેટ્રો રેલ અધિકારીઓએ જણાવ્યું કે, ફુગેવાડી અને પિંપરી ચિંચવડ સ્ટેશન વચ્ચે બંને બાજુ સાત કિલોમીટરનું અંતર છે.

મેટ્રો રેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પવારને મેટ્રો રેલ ઓથોરિટી દ્વારા આ યોજના વિશે જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમને સ્ટેશનની વિશેષતાઓથી વાકેફ કરવામાં આવ્યા હતા. તેણે મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર બ્રિજેશ દીક્ષિત સાથે ફુગેવાડીથી PCMC વચ્ચે બંને માર્ગે મુસાફરી કરી હતી.

મહારાષ્ટ્ર મેટ્રો બે મેટ્રો લાઇન વિકસાવી રહી છે

મહારાષ્ટ્ર મેટ્રો પુણેમાં બે મેટ્રો લાઇન વિકસાવી રહી છે. નિર્માણ કાર્ય પૂર્ણ થયા પછી, 16 કિલોમીટર લાંબા PCMC-સ્વારગેટ કોરિડોરમાં 14 મેટ્રો સ્ટેશન હશે. અધિકારીઓએ જણાવ્યું કે ફુગેવાડી-પિંપરી ચિંચવાડી કોરિડોર પરની કામગીરી પ્રાથમિકતાના આધારે કરવામાં આવશે. આ મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કરવા માટે પીએમ મોદી પુણે આવી રહ્યા છે, જેના માટે શરદ પવારે તેમને ટોણા માર્યા છે.

આ પણ વાંચો:સાંસદ રીટા બહુગુણા જોશીના પુત્ર મયંક SPમાં જોડાયા, અખિલેશ યાદવે આપી માહિતી

આ પણ વાંચો:યુક્રેનથી દીકરી ભારત પહોંચ્યા બાદ પરિવારે સરકારનો અનોખો આભાર માન્યો, પીએમ અને સીએમ ફંડમાં દાન કર્યું