અમદાવાદ/ PM મોદીએ ટ્વીટ કરી ગોડાઉનમાં લાગેલી આગમાં ભડથું થયેલા મૃતકોના પરિવારજનોને પાઠવી સાંત્વના

અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર કાપડની ફેક્ટરીમાં આગ લાગતા 9 લોકોના મોત થયા હતા. આ ઘટના સદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યુ છે.

Ahmedabad Gujarat

અમદાવાદમાં આજ રોજ ભીષણ આગની ઘટના સામે આવી છે. અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર કાપડની ફેક્ટરીમાં આગ લાગતા 9 લોકોના મોત થયા હતા. આ ઘટના સદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યુ છે. અને મૃતકોના પરિવારજનોને  સાંત્વના પાઠવી છે.

તેમને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “અમદાવાદમાં ગોડાઉનમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા પ્રત્યે શોકગ્રસ્ત છું. તેમના શોકાતુર પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કરું છું, તંત્ર દ્વારા પીડિતોને શક્ય તમામ મદદ કરવામાં આવશે.”

નોધનીય છે કે, પીરાણા-પીપળજ રોડ પર આવેલ રેવા એસ્ટેટમાં આવેલ સાહિલ એન્ટરપ્રાઇઝમાં બોઇલર બ્લાસ્ટ થતા કાપડના ગોડાઉનમાં ભીષણ આગ આલી હતી. બોઇલર બ્લાસ્ટ થતા બિલ્ડીંગ એકાએક ધરાશાયી થી ગયું હતું. જેના કારણે 9ના મોત નિપજ્યાં હતા. જયારે અન્ય ૯ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જયારે ૨ વ્યક્તિઓ કલ્માંલમાં ફસાઈ હતી.

ત્યારબાદ  જો કે આ ઘટનામાં પાસે આવેલ નાનુભાઇ એસ્ટેટમાં પણ આગ લાગી હતી. આ ઘટનામાં મોતનો આંકડોહાજુ પણ વધી શકે તેમ છે.

rajkot / પેટા ચૂંટણીની પૂર્વ સંધ્યાએ કરોડોની રોકડ સાથે 2 શખ્સોની અટકા…

Diyodar: 3 પોલીસ કર્મી સામે ફરિયાદ, ખંડણી માંગ્યાનો આક્ષેપ…