આંધ્રપ્રદેશનાં વિજયવાડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર લેન્ડિંગ કરતા સમયે એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન એક વીજળીનાં થાંભલા સાથે અથડાયુ હતુ. અહી સારી વાત એ રહી કે, વિમાનમાં રહેલા પાયલોટ સહિત તમામ 64 મુસાફરો સુરક્ષિત છે. એરપોર્ટ ડાયરેક્ટર જી.મધુસુદન રાવે આ અંગે માહિતી આપી હતી.
Mumbai / નાના પટોલેેેની ધમકી બાદ અમિતાભ બચ્ચનનાં બંગલાની વધારવામાં આવી સુરક્ષા
એર ઇન્ડિયાનાં પ્રવક્તાએ કહ્યું કે, એરલાઇને આ મામલે તપાસનાં આદેશ આપ્યા છે. અહેવાલો મુજબ વિમાન દોહાથી આવી રહ્યું હતું અને કંટ્રોલ ગુમાવવાને કારણે આ અથડાઇ ગયુ હતુ. વિમાનમાં યાત્રી કરનારા 19 મુસાફરો વિજયવાડા ખાતે ઉતરવાના હતા.
Andhra Pradesh: An Air India Express flight hits an electric pole while landing at Vijayawada International Airport in Gannavaram. "All 64 passengers on board the flight and the crew are safe," says airport director G Madhusudan Rao. pic.twitter.com/yFaLMWlXHE
— ANI (@ANI) February 20, 2021
Political / TMC એ મમતાને બતાવ્યા બંગાળની દિકરી, આ નારા સાથે BJP પર કર્યો પ્રહાર
આપને જણાવી દઇએ કે, આ ઘટના પછી તુરંત જ ફાયર બ્રિગેડનાં વાહનો અને એરપોર્ટ સુરક્ષા જવાનોને રન-વે પર મોકલી દેવામાં આવ્યા છે. વિમાનમાં સવાર તમામ મુસાફરોને તેમાંથી બહાર કાઠવામાં આવ્યા હતા અને આ મામલાની તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર આ ઘટનામાં કોઇ જાન હાની થઇ નથી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
